ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતના અનેક વિસ્તારમાં ભરઉનાળે છવાયો વરસાદી માહોલ

હવામાન વિભાગે કરેલી આગાહી અને ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, સાબરકાંઠાના હિંમતનગર, રાજકોટના જેતપુર અને ગોંડલ, જુનાગઢ સહિતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર- કચ્છ તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી....
07:50 AM Apr 29, 2023 IST | Hiren Dave
હવામાન વિભાગે કરેલી આગાહી અને ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, સાબરકાંઠાના હિંમતનગર, રાજકોટના જેતપુર અને ગોંડલ, જુનાગઢ સહિતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર- કચ્છ તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી....

હવામાન વિભાગે કરેલી આગાહી અને ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, સાબરકાંઠાના હિંમતનગર, રાજકોટના જેતપુર અને ગોંડલ, જુનાગઢ સહિતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર- કચ્છ તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. જે મુજબ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.

રાજકોટમાં વરસાદી માહોલ
રાજકોટમાં જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. વહેલી સવારે જસદણ, આટકોટ, શિવરાજપુર, લીલાપુર, કોઠી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે જસદણના કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થઇ છે. કમોસમી વરસાદના કારણે ઉનાળુ તલના પાકને નુક્સાન થવાની ભીતિ છે.

તો રાજકોટના જેતપુરમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. જો કે ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી છે. જેતપુરના કેટલાક વિસ્તારોમાં પણ વીજળી ગુલ થઇ છે.

જૂનાગઢમાં વાતાવરણમાં પલટો
જૂનાગઢ શહેરમાં પણ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ વરસ્યો છે. જૂનાગઢના માંગરોળ પંથકમાં વરસ્યો કમોસમી વરસાદ વરસ્યો છે. માંગરોળમાં ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. ખેડૂતોને કેસર કેરી અને તલના પાકમાં નુકસાનની ભીતી છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. મોડીરાતથી હિંમતનગર, આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. હિંમતનગરના મહાવીરનગર, કાંકણોલમાં પાણી ભરાયા છે.

હવામાન વિભાગે કરી છે વરસાદના આગાહી
હવામાન વિભાગે આગામી 3 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં આગામી 5 દિવસ માવઠુ થવાની શકયતા છે. રાજ્યના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ રહી છે. પહેલી મે થી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે તેવી શક્યતા છે. વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

આ પણ  વાંચો- રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, ખેડૂતો ચિંતિત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
AhmedabadGujaratGujarati NewsJunagadhMeteorological Department
Next Article