Rajkot: શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો
- રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં કસોમસી વરસાદ
- યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ
- રાજકોટ શહેરમાં સવારથી બફારા બાદ વરસાદ શરૂ થયો
- હોર્ડિંગ્સ ધરાશાયી થતા રેસકોર્સ રીંગરોડ બંધ કરવો પડ્યો
રાજકોટ શહેર (Rajkot City) ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ (Unseasonal rain) શરૂ થયો હતો. જેમાં યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ઢેર રોડ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ (Unseasonal rain) પડ્યો હતો. રાજકોટ શહેરમાં સવારથી બફારા બાદ વરસાદ શરૂ થયો હતો. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો.
ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ
સૌરાષ્ટ્ર પંથકમાં રાજકોટ સહિત ગોંડલ જિલ્લામાં (Gondal Ditrict) લોકો સવારથી બફારાથી કંટાળ્યા હતા. એકાએક વરસાદી માહોલ છવાતા લોકોએ અસહ્ય બફારાથી રાહત અનુભવી હતી. ભારે પવન સાથે વરસાદ (Rajkot Rain) વરસવાનો શરૂ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાક ભોગવવાનો વારો આવ્યો હતો.
ભારે પવન થી અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી
ગોંડલ (Gondal Rain)માં પવન સાથે ધોધમાર વરસાદ (Gondal Rain) શરૂ થયો હતો. ગોંડલ પંથક (Gondal Rain)માં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ ભારે પવનથી અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થઈ જવા પામ્યા હતા.
સામાન્ય વરસાદમાં જ સ્થાનિકોની હાલત બની કફોડી
દાહોદમાં પણ વરસાદી માહોલ (Dahod Rain) છવાયો હતો. દાહોદના લક્ષ્મીનગરમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. સામાન્ય વરસાદી ઝાપટામાં સોસાયટીમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. વરસાદ (Rain) ના 18 કલાક બાદ પણ પાણી ન ઓસરતા સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. પાણી ભરાવવાના કારણે સ્થાનિકોમાં રોગચાળાનો ભય સેવાઈ રહ્યો છે. સામાન્ય વરસાદમાં જ સ્થાનિકોની હાલત કફોડી બની જવા પામી હતી.
ભારે પવનને લઈને અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી
ગોંડલમાં મીની વાવાઝોડા જેવા માહોલ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા રસ્તા બંધ થઈ જવા પામ્યા હતા. વન વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણે વૃક્ષો હટાવી ફરી રસ્તો ખુલ્લો કરતા વાહન વ્યવહાર શરૂ થવા પામ્યો હતો.ભારે પવનના કારણે ગોંડલના પેલેસ રોડ પર શ્રી સોરઠીયા સુથાર જ્ઞાતિની વાડીના બારીના કાચ તૂટ્યા હતા.
આ પણ વાંચોઃ Jamnagar: વડાપ્રધાન દ્વારા હાપા અને લીંબડી નવનિર્મિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું
હોર્ડિંગ્સ ધરાસાઈ થતા રેસકોર્સ રીંગરોડ બંધ કરવો પડ્યો
રાજકોટ (Rajkot Rain)માં બપોર સુધી અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલ્ટો (Change in the atmosphere) આવવા પામ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ તો બીજી બાજુ અનેક વિસ્તારોમાં ભારે પવનના લીધો વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા. રાજકોટ રેસકોર્સ રીંગ રોડ (Rajkot Racecourse Ring Road) ખાતે મહાકાય હોડિંગ ધરાશાઈ (Hoding Dharashai) થયું હતું. હોડિગસ ધરાશાયી (Hoding Dharashai) થતા રેસકોર્સ રીંગ રોડ બંધ (Racecourse Ring Road closed) કરવો પડ્યો હતો. જો કે, સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. એક રિક્ષામાં સામાન્ય નુકસાન થવા પામ્યું હતું.
આ પણ વાંચોઃ Corona Case: રાજકોટમાં વિદેશથી પરત ફરેલ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ
કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા નો માહોલ છવાયો
ગોંડલ તાલુકા (Gondal Taluko)ના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal rain) પડ્યો હતો. ગોંડલ તાલુકાના ત્રાકુડા, અનિડા, ઉમવાળા, કોલીથડ, હડમતાળા, વેજા ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. કેટલાક ખેડૂતોનો ઉનાળુ પાક તૈયાર થઈ ગયેલો ખેતરમાં છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાની રી-એન્ટ્રી! અમદાવાદમાં 20 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ