ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajasthan Foundation Day: ‘રાજસ્થાન’ એટલે ‘રાજાઓનું સ્થાન’, આજે તેનો 75 મો સ્થાપના દિવસ

Rajasthan Foundation Day: ભારતના સમૃદ્ધ ઇતિહાસ માટે રાજસ્થાનનો ઘણો ફાળો રહેલો છે. રાજસ્થાને અનેક શૂરવીરો અને રાષ્ટ્રભક્તો આપ્યાં છે. રાજસ્થાનના લોકોની વીરતા અને બલિદાનને અત્યારે પણ માનભેર યાદ કરવામાં આવે છે. એટલું જ નહીં રાજસ્થાનમાં લોક કળા, સમૃદ્ધ સંસ્કૃતિ, મહેલા...
10:15 AM Mar 30, 2024 IST | VIMAL PRAJAPATI
Rajasthan Foundation Day: ભારતના સમૃદ્ધ ઇતિહાસ માટે રાજસ્થાનનો ઘણો ફાળો રહેલો છે. રાજસ્થાને અનેક શૂરવીરો અને રાષ્ટ્રભક્તો આપ્યાં છે. રાજસ્થાનના લોકોની વીરતા અને બલિદાનને અત્યારે પણ માનભેર યાદ કરવામાં આવે છે. એટલું જ નહીં રાજસ્થાનમાં લોક કળા, સમૃદ્ધ સંસ્કૃતિ, મહેલા...
Rajasthan Foundation Day

Rajasthan Foundation Day: ભારતના સમૃદ્ધ ઇતિહાસ માટે રાજસ્થાનનો ઘણો ફાળો રહેલો છે. રાજસ્થાને અનેક શૂરવીરો અને રાષ્ટ્રભક્તો આપ્યાં છે. રાજસ્થાનના લોકોની વીરતા અને બલિદાનને અત્યારે પણ માનભેર યાદ કરવામાં આવે છે. એટલું જ નહીં રાજસ્થાનમાં લોક કળા, સમૃદ્ધ સંસ્કૃતિ, મહેલા અને ભોજન વિશ્વભરમાં પ્રખ્યાત છે. તમને જણાવી દઈએ કે, આજે રાજસ્થાન દિવસ એટલે રાજસ્થાનનો સ્થાપના દિવસ છે.

1949માં બૃહદ રાજસ્થાનનું ઉદ્ઘાટન થયું હતું

30 માર્ચ 1949માં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા જયપુરમાં બૃહદ રાજસ્થાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજે રાજસ્થાન પોતાનો 75માં સ્થાપના દિવસ મનાવી રહ્યું છે. રાજસ્થાન દિવસ દર વર્ષે માર્ચ મહિનાની 30મીએ ઉજવવામાં આવે છે. 30 માર્ચ, 1949ના રોજ, જોધપુર, જયપુર, જેસલમેર અને બિકાનેરના રજવાડાઓને 'ગ્રેટર રાજસ્થાન યુનિયન' બનાવવા માટે વિલીન કરવામાં આવ્યા હતા.

જાણો રાજસ્થાનનો ભવ્ય ઇતિહાસ

ઉલ્લેખીય છે કે, આ દિવસે રાજસ્થાન પ્રવાસન વિભાગ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. એટલું જ નહીં આ તમામ કાર્યક્રમોનું જયપુર ખાતે આયોજન કરવામાં આવે છે. તેમાં કેમલ ટેટૂ શો, રમતગમતની સ્પર્ધાઓ, બાળકો માટેનો ફિલ્મ ફેસ્ટિવલ, વિવિધ વિભાગોના ટેબ્લો અને ડાન્સ, ભજન, ફેશન શો અને સંગીત સમારોહનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, રાજસ્થાનના લોકોની બહાદુરી, પ્રબળ ઈચ્છાશક્તિ અને બલિદાનને આજે પણ સત્ સત્ સલામ કરવામાં આવે છે. અહીંની લોકકલા, સમૃદ્ધ સંસ્કૃતિ, મહેલો, ભોજન વગેરેની આગવી ઓળખ છે. આ દિવસે ઘણા તહેવારો અને કાર્યક્રમો થાય છે જે રાજસ્થાનની અનન્ય સંસ્કૃતિને દર્શાવે છે.

રાજસ્થાનનો શાબ્દીક અર્થ એટલે ‘રાજાઓનું સ્થાન’

રાજસ્થાનના ઇતિહાસની વાત કરવામાં આવે તો, સ્થાપના પહેલા રાજસ્થાન રાજપૂતાના નામથી ઓળખાતું હતું.ત્યાર બાદ 30 માર્ચ 1949માં 19 રજવાડાઓને સાથે ભેળવીને એક રાજ્ય બનાવવામાં આવ્યું અને તેનું નામ રાજસ્થાન રાખવામાં આવ્યું હતું. રાજસ્થાનના શાબ્દીક અર્થની વાત કરવામાં આવે તો તેને અર્થ ‘રાજાઓનું સ્થાન’ થાય છે, કારણ કે આઝાદી પહેલા અહીં ઘણા રાજાઓ અને સમ્રાટો રાજ કરતા હતા.

અનેક રજવાડાઓના વિલીનીકરણ પછી રાજસ્થાન બન્યું

રાજસ્થાનનું એકીકરણ 7 તબક્કામાં થયું હતું. તેની શરૂઆત 18 એપ્રિલ 1948ના રોજ અલવર, ભરતપુર, ધોલપુર અને કરૌલીના રજવાડાઓના વિલીનીકરણ સાથે થઈ હતી. રજવાડાઓ જુદા જુદા તબક્કામાં એક સાથે આવતા રહ્યાં અને અંતે 30 માર્ચ, 1949ના રોજ જોધપુર, જયપુર, જેસલમેર અને બિકાનેર રજવાડાઓના વિલીનીકરણ દ્વારા "ગ્રેટર રાજસ્થાન યુનિયન" ની રચના કરવામાં આવી અને તેને રાજસ્થાન સ્થાપના દિવસ કહેવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલના કારણે આજે ભારત એક થઈને રહીં રહ્યો છે તેવી જ રીતે રાજસ્થાનની સ્થાપના માટે પણ સરદાર પટેલનો સિંહ ફાળો રહેલો છે.

આ પણ વાંચો: Election King Padmarajan: ‘ઇલેકશન કિંગ’ નામે ઓળખાય છે પદ્મરાજન, 238 વખત ચૂંટણી લડ્યા અને દરેક વખતે હાર્યા

આ પણ વાંચો: Yusuf Pathan: યુસુફ પઠાણના પ્રચારમાં સચિનની તસવીર! ચૂંટણી પંચે માંગ્યો જવાબ

Tags :
75th Foundation Daynational newsPlace of KingsRajasthan 75th Foundation DayRajasthan BirthdayRajasthan FoundationRajasthan Foundation DayRajasthan means Place of Kingsrajasthan newsVimal Prajapati
Next Article