AHMEDABAD : પાલીમાં જૈન સાધુનું અકસ્માતમાં મૃત્યુ બાદ મોટી આક્રોશ રેલી યોજાઇ
- રાજસ્થાનમાં બનેલી ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા
- અમદાવાદમાં આયોજિત રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
- આ પ્રકારે ટાર્ગેટ કિલીંગ રોકવા સાધુ-સાધ્વીની સુરક્ષા વધારવા માંગ કરાઇ
AHMEDABAD : તાજેતરમાં રાજસ્થાનના પાલી (PALI - RAJASTHAN) માં વિહાર કરતા જૈન સાધ્વીને અજાણ્યા વાહનની ટક્કર (JAIN MONK ACCIDENT CASE) લાગતા તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. અને તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ અમદાવાદ (AHMEDABAD) માં આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલીમાં પોસ્ટરો થકી સાધુ - સાધ્વીઓ સહિત જૈન સમાજ (JAIN COMMUNITY) ના લોકોએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમની લાગણી હતી કે, જૈન સાધુ-સાધ્વીની હત્યાને અકસ્માતમાં ખપાવી દેવામાં આવે છે. સાથે જ તમામે એકસૂરે વિહાર કરતા જૈન સાધુ-સાધ્વીની સુરક્ષા માટે પગલાં લેવાની માંગ કરી છે.
પોસ્ટરો થકી પોતાની લાગણી વ્યક્ત કરી
રાજસ્થાનમાં વિહાર કરતા જૈન સાધ્વીને અજાણ્યા વાહન દ્વારા ટક્કર મારવાની ઘટના તાજેતરમાં સામે આવી હતી. આ અક્સમાતની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ જૈન સાધ્વીનું મૃત્યું થયું હતું. જેને પગલે જૈન સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. રાજસ્થાનમાં બનેલી ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. આ ઘટનાના વિરોધમાં અમદાવાદમાં આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોક જોડાયા હતા. અને તેમણે પોસ્ટરો થકી પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
કોઇ પરિણામ આવ્યું નથી
પોસ્ટરોમાં આ ઘટનાને એક સુનિયોજિત ગણાવી હતી, સાથે જ હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવામાં આવતી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ તેમનું માનવું છે કે, રાજ્ય સરકાર દ્વારા મામલાની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી. પરંતુ તેનું કોઇ પરિણામ આવ્યું નથી. જેથી કેન્દ્ર સરકાર દ્વારા એસઆઇટીની રચના કરીને તપાસ કરવામાં આવવી જોઇએ. સાથે જ આ પ્રકારે ટાર્ગેટેડ કિલીંગ રોકવા માટે વિહાર કરતા જૈન સાધુ અને સાધ્વીની સુરક્ષાને લઇને ચોક્કસ પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો --- તેજસ્વી યાદવના કાફલાને નડ્યો અકસ્માત! 3 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ