Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

FAKE POLICE : બે વર્ષ સુધી નકલી મહિલાએ SI એ ભોંકાલ મચાવ્યો, અંતે હકીકત ખુલી

FAKE POLICE : મોનાએ SI ભરતી પરીક્ષા આપી હતી, પરંતુ તે પાસ થઈ શકી ન હતી. આમ છતાં તેણે પોતાની પસંદગીના ખોટા સમાચાર ફેલાવ્યા
fake police   બે વર્ષ સુધી નકલી મહિલાએ si એ ભોંકાલ મચાવ્યો  અંતે હકીકત ખુલી
Advertisement
  • બોલિવુડની ફિલ્મને પાછળ પાડે તેવો કિસ્સો સામે આવ્યો
  • રાજસ્થાનમાં મહિલાએ નકલી પોલીસ કર્મી બનીને ધમકીનું નેટવર્ક શરૂ કર્યું
  • સાચા પોલીસ જવાનને ધમકી આપતા ભાંડો ફૂટ્યો

FAKE POLICE : રાજસ્થાન (RAJASTHAN) ના દીદવાના-કુચામન જિલ્લાના મૌલાસર પોલીસ સ્ટેશન વિસ્તારના નીમા કા બાસ ગામની રહેવાસી મોના બુગાલિયા (FAKE POLICE MONA) ઉર્ફે મૂલી દેવી ઉર્ફે મોનિકાની છેતરપિંડીની કહાની બોલિવૂડ ક્રાઈમ થ્રિલરથી ઓછી નથી. પોતાને સબ-ઇન્સ્પેક્ટર (SI) હોવાનો દાવો કરતી મૂલીએ રાજસ્થાન પોલીસ એકેડેમી (RPA) માં બે વર્ષ તાલીમ લીધી, અને સીકર (SIKAR) માં રહીને પોલીસ અધિકારી તરીકે લોકોને ધમકાવતી પણ હતી. આખરે જયપુરના શાસ્ત્રી નગર પોલીસે સીકરથી મોનાની ધરપકડ કરવામાં આવી છે, અને આ ફિલ્મી વાર્તાનો પર્દાફાશ કર્યો છે. મોના વિદ્યાર્થી તરીકે સીકરમાં ભાડાના મકાનમાં રહેતી હતી.

અધિકારીઓ સાથેનો યુનિફોર્મ, બેજ ઢાલ બન્યા

મોનાએ SI યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર પોતાના ફોટા વાયરલ કર્યા હતા.RPA માં સાચા IPS અને RPS અધિકારીઓ સાથે ફોટો પડાવીને પોતાને એક સાચા અધિકારી તરીકે રજૂ કરી હતી. પોલીસે તેની પાસેથી યુનિફોર્મ, પોલીસ બેજ, આઈડી કાર્ડ અને બેલ્ટ પણ જપ્ત કર્યા છે.

Advertisement

વોટ્સએપ કોલ પર ધમકી આપતી

પોલીસના જણાવ્યા અનુસાર, મોનાએ SI ભરતી પરીક્ષા આપી હતી, પરંતુ તે પાસ થઈ શકી ન હતી. આમ છતાં તેણે સોશિયલ મીડિયા પર પોતાની પસંદગીના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. એટલું જ નહીં તેણે ક્યારેક SI અને ક્યારેક ક્રાઈમ બ્રાન્ચ અધિકારી તરીકે ઓળખ આપીને વોટ્સએપ કોલ પર લોકોને ધમકી આપવાનું શરૂ કર્યું હતું.

Advertisement

સાથીદારને ધમકી આપી અને રહસ્ય ખુલ્યું

તાલીમ લઈ રહેલા સાચા સબ-ઇન્સ્પેક્ટરોના વોટ્સએપ ગ્રુપમાં મોનાને એન્ટ્રી મળી હતી. તેવામાં તેણે એક સાથીદારને ધમકી આપી હતી. જે બાદ જૂથના સભ્યોને તેના પર શંકા ગઈ હતી, અને આ મામલો RPA અધિકારીઓના ધ્યાન પર લાવવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, બેચ 48 માં 'મોના' નામનો કોઈ ઉમેદવાર ન્હોતો. આ પછી 23 સપ્ટેમ્બર 2023 ના રો, RPA વહીવટીતંત્રે શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી.

પોલીસે તપાસ શરૂ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો

જયપુર પોલીસને વર્ષ 2023 માં તેની વિરુદ્ધ ફરિયાદ મળી હતી. તપાસ દરમિયાન જ્યારે પોલીસે મોનાના ભાડાના રૂમમાં દરોડો પાડ્યો, ત્યારે ત્યાંથી લગભગ 7 લાખ રૂપિયા રોકડા, 3 અલગ અલગ ગણવેશ, RPA ઇન્ટરનલ પરીક્ષાના પેપર અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા.

પોતાને IB અધિકારી પણ કહેતી હતી

મોના પોતાનો મોટાભાગનો સમય RPA કેમ્પસમાં વિતાવતી હતી, અને પાછલી બેચના SI તરીકે પોતાને રજૂ કરીને નવા તાલીમાર્થી SHO સાથે તાલીમમાં હાજરી આપતી હતી. એક જ સમયે અનેક બેચની તાલીમ ચાલી રહી હતી, તેનો ફાયદો ઉઠાવીને, તેણીએ બે વર્ષ સુધી કોઈપણ ખચકાટ વિના છેતરપિંડી કરવાનું ચાલુ રાખ્યું હતું. પોલીસ હવે મોના પાસેથી જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, તેણીને RPA માં પ્રવેશ કેવી રીતે મળ્યો, તેણીએ કેટલા લોકોને ધમકી આપી કે છેતરપિંડી કરી, અને શું આ છેતરપિંડીમાં બીજું કોઈ સામેલ છે.

આ પણ વાંચો ---- VIDEO: દૂધમાં થૂંકવાનો એક કિસ્સો સામે આવ્યો,કરતૂત CCTVમાં કેદ

Tags :
Advertisement

.

×