Rajasthan: જયપુર પાસે હાઇ-ટેન્શન લાઇન સાથે અથડાયા પછી સ્લીપર બસમાં આગ લાગી
- Rajasthan: આગ લાગતા 3 મુસાફરના મોત, 12 દાઝ્યા
- 5 મુસાફરને સારવાર માટે જયપુર રિફર કરાયા
- મનોહરપુર ટોડી ગામ પાસે બસમાં આગ લાગી
Rajasthan: રાજસ્થાનમાં ફરી યમદૂત બની ખાનગી બસ! હાઈટેન્શન તારને અડતા બસમાં આગ લાગી હતી. જેમાં આગ લાગતા 3 મુસાફરના મોત થયા છે. તેમજ 12 લોકો ગંભીર રીતે દાઝ્યા છે. જેમાં 5 મુસાફરને સારવાર માટે જયપુરની હોસ્પિટલમાં રિફર કરાયા છે. તથા મનોહરપુર ટોડી ગામ પાસે બસમાં આગ લાગી હતી. જેમાં ઈંટના ભઠ્ઠા પર કામ કરતા શ્રમિકો બસમાં સવાર હતા. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાહત કામગીરી તેજ કરાઇ છે.
બે મુસાફરોના મોત અને ઘણા લોકો ઘાયલ
રાજસ્થાનની રાજધાની જયપુરના મનોહરપુર વિસ્તારમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. જેમાં એક સ્લીપર બસમાં આગ લાગી. ચાલતી બસ હાઇ-ટેન્શન પાવર લાઇન સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો છે. વાયર સાથે અથડાયા પછી બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં બે મુસાફરોના દુઃખદ મોત થયા, જ્યારે 12 થી વધુ લોકો દાઝી ગયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
Rajasthan: બધા મુસાફરો ઈંટના ભઠ્ઠા પર કામ કરવા જઈ રહ્યા હતા
બધા મુસાફરો ઈંટના ભઠ્ઠા પર કામ કરવા જઈ રહ્યા હતા. હાઇ-ટેન્શન વાયર સાથે અથડાયા પછી આગમાં લપેટાયેલા કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત જયપુરના મનોહરપુરમાં થયો છે. ચાલતી સ્લીપર બસ હાઇ-ટેન્શન પાવર લાઇન સાથે અથડાઈ ત્યારે તેમાં અચાનક આગ લાગી અને તે ઝડપથી ભડકી ઉઠી હતી. બસમાં સવાર કામદારોને બચવાનો સમય મળ્યો નહીં. જેમાં સ્થાનિકોએ મુસાફરોને બચાવી લીધા હતા.
આ પણ વાંચો: Kidnapping of Gujarati People: ઈરાનમાં બંધક ચાર ગુજરાતીની હેમખેમ મુક્તિ, દિલ્હી એરપોર્ટથી માણસા આવશે