Rajasthan ના પાલીમાં સ્કૂલ બસ પલટી, 3 વિદ્યાર્થીઓના મોત...
- Rajasthan માં મોટી દુર્ઘટના
- વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ખાઈમાં ખાબકી
- અકસ્માતના કારણે 3 વિદ્યાર્થીઓના મોત
રાજસ્થાન (Rajasthan)ના પાલી જિલ્લાના દેસુરી વિસ્તારમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો હતો, જેમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના પાલીના દેસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેસૂરી કી નાલ પાસે સ્થિત પંજાબ મોડ પાસે બની હતી. અહીં એક સ્કૂલ બસ કાબૂ બહાર જઈને પલટી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં માણકદેહ સ્કૂલના છોકરા-છોકરીઓ મુસાફરી કરી રહ્યા હતા.
અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો, જેના કારણે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોએ ઘાયલોને બસમાંથી બહાર કાઢ્યા અને પોલીસને જાણ કરી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો : ખેડૂતોની Delhi તરફ કૂચ શરૂ, Punjab-Haryana બોર્ડર પર કડક સુરક્ષા વ્યવસ્થા, પોલીસ સાથે દલીલ
વિદ્યાર્થીઓ પરશુરામ મહાદેવ જઈ રહ્યા હતા...
જણાવવામાં આવી રહ્યું છે કે, આ વિદ્યાર્થીઓ પિકનિક માટે પરશુરામ મહાદેવ જઈ રહ્યા હતા. અકસ્માત બાદ રાજસમંદના એસપી અને કલેકટરે ઈજાગ્રસ્તોની ખબર-અંતર પૂછવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી.
આ પણ વાંચો : Maharashtra વક્ફ બોર્ડે ખેડૂતોની જમીન પર કર્યો દાવો, BJP એ કહ્યું- 'આ બધું કોંગ્રેસ સરકારનું પાપ...'
અકસ્માતનું કારણ જાણી શકાયું નથી...
સ્થાનિક પોલીસ પ્રશાસને આ મામલે તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ અકસ્માતના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. પોલીસ અને સ્થાનિક પ્રશાસને ઘાયલોની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે અને અન્ય જરૂરી પગલાં લીધા છે.
આ પણ વાંચો : Pakistan માં પ્રથમ વાર પોલીસ સેવામાં હિન્દુનો સમાવેશ, ASP અધિકારી બન્યો આ ભારતીય