Rajkot : ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ તોડવા મુદ્દે રાજભા ગઢવીએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યો રોષ
- Girnar પર્વત પર ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ તોડવાનો મામલો
- લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી વાતચીત
- "ચોર ચોરી કરવા આવે અને મૂર્તિ તોડી નાખે તે ચલાવી ન લેવાય"
- "જે પણ વ્યક્તિ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ"
- અન્ય ધર્મનાં લોકો આમાં હોય તો તોડી નાખવા જોઈએ : રાજભા
Rajkot : જુનાગઢનાં ગિરનારમાં (Girnar) ગુરુ ગોરક્ષનાથની (Guru Gorakshnath) મૂર્તિ ખંડિત થતાં સાધુ-સંતોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રતિમા ખંડિત કરવાની આ ઘટનાની ઉચ્ચસ્તરિય તપાસ કરવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગ કરાઈ છે. ત્યારે હવે આ મામલે લોક સાહિત્યકાર રાજભા ગઢવીની (Rajbha Gadhvi) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથેની વાતચીતમાં કહ્યું કે, અન્ય ધર્મનાં લોકો આમાં હોય તો તોડી નાખવા જોઈએ.
આ પણ વાંચો - Junagadh : ગુરુ ગોરક્ષનાથની પ્રતિમા ખંડિત થવાની ઘટનાનાં દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત!
લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી વાતચીત
જુનાગઢનાં (Junagadh) ગિરનાર પર્વત પર થોડા દિવસ પહેલા ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ ખંડિત થઈ હોવાની ઘૃણાસ્પદ ઘટના બની હતી. આ ઘટનાને પગલે ગુજરાત સહિત દેશભરનાં સાધુ-સંતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ત્યારે હવે આ મામલે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ચોર ચોરી કરવા આવે અને મૂર્તિ તોડી નાખે તે ચલાવી ન લેવાય. જે પણ વ્યક્તિ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. રાજભા ગઢવીએ વધુમાં કહ્યું કે, અન્ય ધર્મનાં લોકો આમાં હોય તો તોડી નાખવા જોઈએ.
આ પણ વાંચો - Mehsana : વિસનગરમાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મના 5 આરોપીઓનું જાહેરમાં સરઘસ
Girnar પર્વત પર ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ તોડવા મામલે દેશભરમાં રોષ
જણાવી દઈએ કે, આ પહેલા આ મામલે આજે હરિયાણામાં (Haryana) નાથ સંપ્રદાયનાં સંતોની બેઠક મળી હતી, જેમાં રાજસ્થાનનાં MLA યોગી બાલકનાથ બાપુ (Yogi Devnath Bapu) સહિત સાધુ-સંતો હાજર રહ્યા હતા અને પ્રતિમા ખંડિત કરવા મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગ કરી હતી. હરિયાણાની આ બેઠકમાં આ ઘટના મુદ્દે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Surat fake notes : પાંડેસરામાં ઇન્સ્ટાગ્રામ રીલથી પ્રેરિત થઈને છાપી નકલી ચલણી નોટ, જેલ ભેગા