ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : હથિયાર અને જીવતા કાર્ટીઝ સાથે 4 ની ધરપકડ, પૂછપરછમાં મોટા ખુલાસાની આશંકા!

Rajkot માં હથિયાર અને જીવતા કાર્ટીઝ સાથે 4 શખ્સ ઝડપાયા રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી ધરપકડ કરાઈ પોલીસે તપાસ કરતા કારમાંથી 1 દેશી પિસ્ટલ, 4 કાર્ટીઝ મળી આવ્યા પોલીસે હથિયાર, કાર અને મોબાઈલ સહિત રૂ. 3.45 લાખનો મુદામાલ જપ્ત કર્યો દિવાળી...
11:22 AM Nov 05, 2024 IST | Vipul Sen
Rajkot માં હથિયાર અને જીવતા કાર્ટીઝ સાથે 4 શખ્સ ઝડપાયા રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી ધરપકડ કરાઈ પોલીસે તપાસ કરતા કારમાંથી 1 દેશી પિસ્ટલ, 4 કાર્ટીઝ મળી આવ્યા પોલીસે હથિયાર, કાર અને મોબાઈલ સહિત રૂ. 3.45 લાખનો મુદામાલ જપ્ત કર્યો દિવાળી...
  1. Rajkot માં હથિયાર અને જીવતા કાર્ટીઝ સાથે 4 શખ્સ ઝડપાયા
  2. રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી ધરપકડ કરાઈ
  3. પોલીસે તપાસ કરતા કારમાંથી 1 દેશી પિસ્ટલ, 4 કાર્ટીઝ મળી આવ્યા
  4. પોલીસે હથિયાર, કાર અને મોબાઈલ સહિત રૂ. 3.45 લાખનો મુદામાલ જપ્ત કર્યો

દિવાળી (Diwali) તહેવારની ઉજવણી દરમિયાન રાજકોટમાં (Rajkot) હથિયાર અને જીવતા કાર્ટીઝ સાથે 4 શખ્સ ઝડપાયા છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર પોલીસે શંકાસ્પદ કારને રોકી તપાસ કરી હતી. દરમિયાન, કારમાંથી 1 દેશી પિસ્ટલ, 4 કાર્ટીઝ મળી આવ્યા હતા. પોલીસે હથિયાર, કાર અને મોબાઈલ સહિત કુલ 3.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે કુવાડવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની આશંકા છે.

આ પણ વાંચો - Surendranagar : દારૂ ભરેલી કાર પકડવા જતાં ટ્રકની ટક્કરે SMC નાં PSI નું મોત, બે કોન્સ્ટેબલને ઇજા

રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી 4 શખ્સ હથિયાર સાથે ઝડપાયા

એક તરફ જ્યાં લોકો દિવાળીનાં તહેવારની ઉજવણી કરી રહ્યા છે. ત્યાં બીજી તરફ રાજકોટ પોલીસે (Rajkot Police) મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે (Rajkot-Ahmedabad highway) પરથી પસાર થતી એક શંકાસ્પદ કારને રોકી પોલીસે તપાસ હાથ ધરી હતી. આ કારમાં ચાર લોકો સવાર હતા. કારમાં તપાસ કરતા તેમાંથી 1 દેશી પિસ્ટલ, 4 જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતા. પોલીસે કારમાં સવાર ચારેય શખ્સની ધરપકડ કરી છે.

આ પણ વાંચો - Mehsana : તળાવમાં 4 બાળકો નાહવા પડ્યા, ડૂબી જવાથી માસૂમનું મોત

પોલીસે હથિયાર, કાર અને મોબાઈલ સહિત 3.45 લાખનો મુદામાલ જપ્ત કર્યો

માહિતી મુજબ, આ કાર્યવાહીમાં પોલીસે હથિયાર (Weapons), કાર, કાર્ટીઝ અને મોબાઈલ સહિત કુલ રૂ. 3.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે કુવાડવા પોલીસ મથકે (Kuwadwa Police Station) ફરિયાદ થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા શખ્સની ઓળખ હાલ સામે આવી નથી. જ્યારે આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની આશંકા છે.

આ પણ વાંચો - Weather Forecast : ઠંડી અંગે હવામાન વિભાગની મોટી આગાહી! જાણો આગામી દિવસોમાં કેવું રહેશે તાપામાન ?

Tags :
Breaking News In GujaraticartridgesCrime NewsDiwali FestivalGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKuwadwa police stationLatest News In GujaratiNews In GujaratiRAJKOTrajkot policeRajkot-Ahmedabad highwayWeapons
Next Article