Rajkot : જસદણના આટકોટમાં 6 વર્ષીય માસૂમ પર દુષ્કર્મ, નિર્ભયાની જેમ નરાધમે ગુપ્તાંગમાં સળિયા જેવી વસ્તુ ઘુસાડી
- Rajkot : આટકોટમાં 6 વર્ષીય માસૂમ પર દુષ્કર્મ, ગુપ્તાંગમાં સળિયું ઘુસાડી નરાધમ ફરાર
- રાજકોટ : ખેતરમાં રમતી બાળકીને ઉઠાવી દુષ્કર્મ, હાલત ગંભીર
- માનવતા શરમાઇ જાય એવી ઘટના : જસદણના આટકોટમાં 6 વર્ષની બાળકી પર હેવાનિયત
- નાનકડી દીકરીને કણસતી મૂકી નાસ્યો દુષ્કર્મી, પોલીસની ટીમો શોધખોળમાં
- રાજકોટમાં ફરી નાની બાળકી પર અત્યાચાર, લોકોમાં રોષ
Rajkot : રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ પંથકમાં માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે. નિર્ભયા જેવી ઘટનાએ પોલીસને દોડતી કરી મૂકી છે. જસદણના આટકોટમાં માત્ર 6 વર્ષની નિર્દોષ બાળકી પર એક હેવાન નરાધમે દુષ્કર્મ આચર્યું અને ગુપ્તાંગમાં લાકડી કે સળિયા જેવી વસ્તુ ઘુસાડી દીધી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.
ખેતરમાંથી ઉઠાવી ગયો હેવાન
બાળકી ગઈકાલે બપોરે ઘર પાસેના ખેતરમાં રમતી હતી ત્યારે આ હેવાને તેને ઉઠાવી લઈ ગયો હતો. દુષ્કર્મ બાદ બાળકીને કણસતી અને લોહીલુહાણ હાલતમાં ખેતરમાં જ ફેંકીને આરોપી ફરાર થઈ ગયો હતો. હાલમાં બાળકી જીવન મરણ વચ્ચે જજૂમી રહી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આ ઘટનાએ એક વખત ફરીથી નિર્ભયા કાંડની યાદ અપાવી દીધી છે.
નિર્ભયા જેવો કાંડ બનતાની સાથે જ પોલીસ એક્શનમાં
સ્થાનિકોએ બાળકીને જોઈને તાત્કાલિક પરિવારને જાણ કરી અને તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર બાળકીની હાલત અત્યંત ગંભીર છે. ઘટનાની જાણ થતાં જ આટકોટ પોલીસ, LCB તથા SOGની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આટકોટ પોલીસ સ્ટેશને POCSO સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આટકોટ પોલીસે કર્યા આરોપીને પકડવા ચક્રો ગતિમાન
હાલમાં આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના આરોપીને પકડી પાડવા માટે ધમધોકાર તૈયારી ચાલી રહી છે. પોલીસ સ્ટેશનમાં ઉપલા અધિકારીઓના આંટા-ફેરા પણ જોવા મળી રહ્યાં છે. બાળકી ઉપર દુષ્કર્મની ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસ એકદમ એક્શનમાં આવી ગઈ છે. આ ગંભીર ઘટનાને જરાપણ હળવાશથી લેવામાં આવી રહી નથી. આમ આગામી થોડા જ સમયમાં આરોપને પકડી પાડવામાં આવી શકે છે.
બોટાદમાં પણ દુષ્કર્મની ઘટનાથી બાળકી બની માતા
ઉલ્લેખનિય છે કે, બોટાદ (Botad) જિલ્લાના તરઘરા ગામના 70 વર્ષિય અરજણ ખોડા ચાવડાએ 14 વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ કર્યુ હોવાની ઘટના પણ પ્રકશમાં આવી છે. સગીરાને દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડેલ, જ્યા સગીરાએ બાળકને જન્મ આપ્યો છે. હાલમાં નવજાત બાળકને સારવાર માટે ભાવનગર ખસેડાયુ છે. આમ રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો- MMAPUY: અંત્યોદય ઉત્થાન’ માટે પ્રતિબદ્ધ ગુજરાત: ઝૂંપડા વીજળીકરણ યોજના