Rajkot : Waqf Board નાં નામે દુકાનો ખાલી કરાવવા મામલે BJP કાર્યકર સહિત 9 ની ધરપકડ
- Waqf Board નાં નામે દુકાનોનાં તાળા તોડી સામાન બહાર ફેંકવાનો મામલો (Rajkot)
- એ ડિવિઝન પોલીસ દ્વારા 9 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી
- નવાબ મસ્જિદ ટ્રસ્ટનાં ટ્રસ્ટી ફારુક મુસાણી સહિત 9 ની ધરપકડ કરાઈ
- ફારૂક મુસાણી ભાજપમાં લઘુમતી મોરચામાં હોવાનું સામે આવ્યું હતું
રાજકોટમાં (Rajkot) વક્ફ બોર્ડનાં (Waqf Board) નામે દાણાપીઠમાં ત્રણ દુકાનોનાં તાળા તોડી સામાન બહાર ફેંકવા મામલે એ ડિવિઝન પોલીસ કાર્યવાહી કરી છે અને 9 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાં નવાબ મસ્જિદ ટ્રસ્ટનાં ટ્રસ્ટી ફારુક મુસાણી પણ સામેલ છે. નવાબ મસ્જિદની 3 જેટલી દુકાનોનાં વેપારીઓની દુકાનનાં તાળા તોડી સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો હતો, જે બાદ ભારે વિવાદ સર્જાયો હતો.
આ પણ વાંચો - Rajkot: વક્ફ બોર્ડના નામે દુકાનો દાદાગીરીથી ખાલી કરાવવાનો મામલો ઉગ્ર બન્યો
ફારુક મુસાણી સહિત 9 વ્યક્તિઓની ધરપકડ કરાઈ
રાજકોટનાં (Rajkot) દાણાપીઠ વિસ્તારમાં વક્ફ બોર્ડનાં નામે દાદાગીરીથી ત્રણ દુકાનોનાં તાળા તોડીને સામાન બહાર ફેંકી ખાલી કરાવવા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. એ ડિવિઝન પોલીસ (A Division Police) દ્વારા 9 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં નવાબ મસ્જિદ ટ્રસ્ટનાં (Nawab Masjid Trust) ટ્રસ્ટી ફારુક મુસાણી પણ સામેલ છે. જણાવી દઈએ કે, અગાઉ તપાસમાં ફારૂક મુસાણી (Farooq Musani) ભાજપમાં લઘુમતી મોરચામાં હોવાનું સામે આવ્યું હતું. ફારૂકનાં ભાજપનાં મોટા નેતાઓ સાથેનાં કેટલાક ફોટા પણ વાઇરલ થયા હતા.
આ પણ વાંચો - Gondal: ભુણાવામાં બે જુથ વચ્ચે મારામારીમાં છ લોકો ગંભીર રીતે ઘાયલ, સામસામી નોંધાઈ પોલીસ ફરિયાદ
વકફ બોર્ડનાં ડાયરેક્ટરે કરી સ્પષ્ટતા
આરોપ છે કે ફારૂક મુસાણીએ વકફ બોર્ડનાં નામે આ દુકાનો ખાલી કરાવી હતી. આ ઘટના બાદ વકફ બોર્ડનાં ડાયરેક્ટર આસિફ સલોતનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દુકાન ખાલી કરવાનો વકફ બોર્ડનો (Waqf Board) પત્ર છે તે સાચો છે. પરંતુ, નવાબ મસ્જિદનાં ટ્રસ્ટી ફારૂક મુસાણીએ પત્રનો ખોટો અર્થ કાઢ્યો. પત્રમાં નિયમ મુજબ ખાલી કરાવવાનો ઉલ્લેખ છે. ટ્રસ્ટીએ તાળા તોડી, સામાન રોડ પર ફેંકી દીધો તે અયોગ્ય છે. ભાડુંઆતને નોટિસ આપી પોલીસ બંદોબસ્ત સાથે રાખી દુકાન ખાલી કરાવવી જોઈએ. તેમણે કહ્યું કે, મિલકત ભાડુંઆતને પરત સોંપી દેવામાં આવી છે. મિલકત મુદ્દે વકફ બોર્ડનાં નવા આદેશ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો - અમદાવાદીઓ આનંદો! આજથી શરૂ થશે Flower Show, જાણો આ વર્ષે શું છે ખાસ ?