Rajkot : સ્કૂલેથી સાઇકલ પર ઘરે જઈ રહેલા 12 વર્ષીય માસૂમ બાળક માટે કાળ બની ટ્રક
રાજકોટમાં ટ્રકની અડફેટે આવતા માસૂમ બાળકનું મોત સંતકબીર રોડ પર 12 વર્ષના બાળકને ટ્રકચાલકે ટક્કર મારી પવન નિશાદ સ્કૂલેથી ઘરે જતો હતો ત્યારે કાળ બની ટ્રક ઘટના સ્થળે જ બાળકનું કમકમાટી ભર્યું મોત, ચાલક ફરાર રાજકોટથી (Rajkot) હચમચાવી ઘટના...
Advertisement
- રાજકોટમાં ટ્રકની અડફેટે આવતા માસૂમ બાળકનું મોત
- સંતકબીર રોડ પર 12 વર્ષના બાળકને ટ્રકચાલકે ટક્કર મારી
- પવન નિશાદ સ્કૂલેથી ઘરે જતો હતો ત્યારે કાળ બની ટ્રક
- ઘટના સ્થળે જ બાળકનું કમકમાટી ભર્યું મોત, ચાલક ફરાર
રાજકોટથી (Rajkot) હચમચાવી ઘટના સામે આવી છે. રાજકોટના સંતકબીર રોડ પર 12 વર્ષનાં બાળકને ટ્રકચાલકે અડફેટે લીધો હતો. ટ્રકની જોરદાર ટક્કરથી માસૂમ બાળકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે ત્યાં પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

