Rajkot : દિવાળી ટાણે પરિવાર પર આભ ફાટ્યું, બે માસૂમોએ પિતાની છત્રછાયા ગુમાવી
- રાજકોટમાં દિવાળી ટાણે ખેડૂતનો આપઘાત (Rajkot)
- પાક નિષ્ફળ જતાં ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કર્યો
- રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલ સરધાર ગામની ઘટના
- બે એકર જમીનમાં વાવેલ પાક નિષ્ફળ જતાં પગલું ભર્યું હોવાની આશંકા
એકતરફ જ્યાં સમગ્ર રાજ્ય દિવાળીની (Diwali 2024) ઉજવણીમાં ગળાડૂબ છે. ત્યારે બીજી તરફ રાજકોટમાં (Rajkot) એક ખેડૂત પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. કારણ કે પાક નિષ્ફળ જતાં પરિવારનાં 45 વર્ષીય ખેડૂત યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો છે. દિવાળી ટાણે જ બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે આજીડેમ પોલીસે (Ajidem Police) હાલ આત્મહત્યા અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Banaskantha: પાલનપુર માર્કેટ યાર્ડની ચૂંટણીને લઇ મોટા સમાચાર, ભાજપના મેન્ડેડ ઉમેદવારનો પરાજય
ઝેરી દવા પી આપઘાત કર્યો, બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ-ભાવનગર હાઈવે (Rajkot-Bhavnagar highway) પર આવેલા સરધાર ગામમાં દિવાળીની ઉજવણી વચ્ચે એક દુ:ખદ ઘટના બની છે. ખેડૂત પરિવાર પર આભ ફાટ્યું છે. કારણ કે, 45 વર્ષીય ખેડૂત જેસિંગભાઈ અરજણભાઇ મકવાણાએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. જેસિંગભાઈએ ઝેરી દવા પી લેતા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ, ટૂંકી સારવારમાં જ તેમનું મોત નીપજ્યું હતું. જેસિંગભાઈના બે પુત્રો છે. પિતાનાં અકાળે મોતથી માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
આ પણ વાંચો - Ahmedabad: નારોલ વિસ્તારમાં ગેસ ગળતરની મોટી ઘટના, બે કર્મચારીના મોત
માવઠામાં પાક નિષ્ફળ જતાં પગલું ભર્યું!
જ્યારે જેસિંગભાઈનાં મોતથી પરિવાર સહિત સમગ્ર ગામમાં કલ્પાંત છવાયો છે. આ મામલે જાણ થતાં આજીડેમ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, 45 વર્ષીય ખેડૂત જેસિંગભાઈએ બે એકર જમીનમાં કોથમરી અને મગફળીનાં પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ, ચોમાસા બાદ પણ સતત પડેલા માવઠાથી પાકને ભારે નુકસાન થયું હતું. આથી, જેસિંગભાઈએ જેરી દવા પી આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Panchmahal: મોરવા હડફના ભંડોઇ ગામે 3 યુવકનું વીજ કરંટ લાગતા મોત,પંથકમાં શોકનો માહોલ