Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Rajkot : માવો ખાવાની બાબતે એક વિદ્યાર્થીએ અન્ય 2 વિદ્યાર્થીઓ ઉપર કર્યો જીવલેણ હુમલો

Rajkot : અમદાવાદ સેવન્થ ડે શાળામાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર હિચકારો હુમલો કરીને મોત નિપજાવ્યાની ઘટનાએ રાજ્યને સ્તબ્ધ કરી દીધું હતું. હવે એક વખત ફરીથી રાજકોટમાં વિદ્યાર્થીઓ વચ્ચે એક નજીવી બાબતે ગંભીર ઝગડો થયો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
rajkot   માવો ખાવાની બાબતે એક વિદ્યાર્થીએ અન્ય 2 વિદ્યાર્થીઓ ઉપર કર્યો જીવલેણ હુમલો
Advertisement
  • Rajkot : જેતપુરમાં ITI વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો, લોખંડના પાઇપથી માર માર્યો, બે વિદ્યાર્થીઓ ગંભીર ઘાયલ
  • ધારેશ્વર ITIના વિદ્યાર્થીઓ પર હિંસક હુમલો : જૂની અદાલતમાં આરોપીએ પાઇપ વડે માર્યો
  • જેતપુરમાં 'માવા'ની બોલાચાલીનો બદલો : ITI વિદ્યાર્થી પર લોખંડના પાઇપથી હુમલો, પોલીસ તપાસ તેજ
  • શોલે હોટલ પાસે ચકચાર : જેતપુર ITI વિદ્યાર્થીઓને માર મારનાર આરોપીની શોધ શરૂ
  • જેતપુરમાં વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો : કેવીન બગડા સહિત બે વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં

Rajkot : અમદાવાદ સેવન્થ ડે શાળામાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર હિચકારો હુમલો કરીને મોત નિપજાવ્યાની ઘટનાએ રાજ્યને સ્તબ્ધ કરી દીધું હતું. હવે એક વખત ફરીથી રાજકોટમાં વિદ્યાર્થીઓ વચ્ચે એક નજીવી બાબતે ગંભીર ઝગડો થયો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

લોખંડની પાઈપ વડે હુમલો

જેતપુરની ધારેશ્વર ITIમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ પર લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં વિદ્યાર્થી કેવીન મનસુખભાઈ બગડા અને તેના મિત્રને ગંભીર ઇજા પહોંચી છે. ઘટના શોલે હોટલ પાસે બની, જ્યાં આરોપીએ વિદ્યાર્થીઓને રસ્તામાં આંતરીને હિંસક હુમલો કર્યો.

Advertisement

માવા ખાવાની બાબતે ઝગડો

પ્રાપ્ત માહિતી અનુસાર, આ હુમલાનું મુખ્ય કારણ ગઈકાલે કોલેજમાં 'માવા' ખાવાની બાબતે થયેલી બોલાચાલી છે. આરોપી અરમાન કોરાડીયા, જે પણ ITIનો જ વિદ્યાર્થી છે, તેણે જૂની અદાવતનો બદલો લેવા માટે આ હુમલો કર્યો હોવાનું કહેવાય છે. અરમાને લોખંડના પાઇપ વડે વિદ્યાર્થીઓ પર વાર કર્યા, જેનાથી તેઓને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજા થઈ. હુમલા પછી વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેની સારવાર ચાલુ છે.

Advertisement

વિદ્યાર્થીઓ વચ્ચે નાનકડી બાબતે ઝગડો ચિંતાનો વિષય

આ હુમલો વિદ્યાર્થીઓ વચ્ચેની નાની વાતને લીધે થયો હોવાથી ચિંતાનો માહોલ ઉભો થયો છે. વિદ્યાર્થીઓના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં આઘાતની લાગણી છે.

આવી ઘટનાઓ વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક વાતાવરણ પર પ્રશ્નાર્થ ઉભા કરે છે. કોલેજમાં નાની વાતને લીધે આવા હિંસક હુમલા થવા ચિંતાજનક છે. પોલીસે આરોપીને જલ્દી ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, જેથી અન્ય વિદ્યાર્થીઓમાં સુરક્ષાની ભાવના જાગે. આ ઘટના યુવાનોમાં સહનશીલતા અને સંવાદનું મહત્વ દર્શાવે છે. આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો-Aravalliમાં 31stની રાતે મોટી કાર્યવાહી : 150થી વધુ ‘ઝૂમ બરાબર ઝૂમ’ ઝડપાયા

Tags :
Advertisement

.

×