Rajkot Accident: રાજકોટમાં રિક્ષાએ એક્ટિવાને મારી ટક્કર, તાલીમી પોલીસકર્મી કેયુર રામાણીનું મોત
રાજકોટમાં તાલીમ લઈ રહેલા યુવાન પોલીસકર્મી કેયુર રામાણીનું વહેલી સવારે અકસ્માતમાં મોત થયું છે. તેઓ એક્ટીવા પર જતા હતા ત્યારે રિક્ષાની અડફેટે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મવડી હેડ ક્વાર્ટર્સમાં તાલીમ લઈ રહેલા કેયુરના અવસાનથી પરિવાર અને પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ છે.
Advertisement
Rajkot Accident: રાજકોટ શહેરમાં વહેલી સવારે બનેલા માર્ગ અકસ્માતમાં તાલીમ લઈ રહેલા એક યુવાન પોલીસકર્મીનું કરુણ મોત થતા પોલીસ વિભાગ તેમજ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મૃતકની ઓળખ કેયુર રામાણી તરીકે થઈ છે. તેઓ હાલમાં રાજકોટના મવડી હેડ ક્વાર્ટર્સ ખાતે તાલીમ લઈ રહ્યા હતા.

