Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : નકલી જજ, નકલી PMO અધિકારી બાદ હવે નકલી પોલીસ! બુટલેગરના ઘરે દરોડો પાડવા ગયો અને..!

રાજકોટમાંથી હવે નકલી પોલીસનો એક વીડિયો સામે આવ્યો છે.
rajkot   નકલી જજ  નકલી pmo અધિકારી બાદ હવે નકલી પોલીસ  બુટલેગરના ઘરે દરોડો પાડવા ગયો અને
Advertisement
  1. Rajkot માં હવે નકલી પોલીસ ઝડપાઈ!
  2. બુટલેગરના ઘરે ડી. સ્ટાફ બની યુવકે દરોડો પાડ્યો
  3. દરોડા પાડતા નકલી પોલીસનો વીડિયો વાઇરલ

Rajkot : ગુજરાતમાં જાણે નકલી સરકારી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. નકલી જજ, નકલી PMO અધિકારી, નકલી DYSP બાદ હવે નકલી પોલીસનાં સમાચાર સામે આવ્યા છે. યુવક નકલી પોલીસ અધિકારી બની બુટલેગરનાં ઘરે દરોડા પાડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જો કે, રેડ કરવા જતાં યુવકની પોલ ખુલી જતાં તેને માર મારવામાં આવ્યો હતો. આ વાઇરલ વીડિયોમાં (Viral Video) યુવક પોતે DCP ની ઓળખ આપી રેડ કરતો હોવાની કબૂલાત પણ કરે છે.

આ પણ વાંચો - Rajkot : ક્રિકેટર Cheteshwar Pujara ના સાળા વિરૂદ્ધ દુષ્કર્મનો ગંભીર આક્ષેપ, પીડિત યુવતીએ વર્ણવી આપવીતી!

Advertisement

નકલી પોલીસ બની બુટલેગરના ઘરે દરોડા પાડયાનો વીડિયો વાઇરલ

રાજકોટમાંથી (Viral Video) હવે નકલી પોલીસનો એક વીડિયો સામે આવ્યો છે. એક યુવક નકલી પોલીસ (Duplicate D Staff Police) બની બુટલેગરનાં ઘરે દરોડો પાડે છે દરમિયાન, તેની પોલ ખુલી જતા લોકો દ્વારા યુવકને માર મારવામાં આવે છે. આ વાઇરલ વીડિયોમાં દેખાય છે કે યુવકનાં મોઢા પર ઇજા થયેલી છે અને લોહી નીકળી રહ્યું છે. વીડિયોમાં યુવક પોતે DCP ની ઓળખ આપી રેડ કરતો હોવાની કબૂલાત પણ કરતો નજરે પડે છે.

Advertisement

આ પણ વાંચો - Bopal Accident Case માં મોટી કાર્યવાહી, બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયાં

ગઈકાલે અમદાવાદમાંથી નકલી IAS ઝડપાયો હતો

આ વીડિયો સોશિયલ મીડિયા પણ ઘણો વાઇરલ થયો છે અને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જણાવી દઈએ કે, ગઈકાલે અમદાવાદમાંથી (Ahmedabad) એક નકલી IAS અધિકારી ઝડપાયો હતો. મેહુલ શાહ નામનો શખ્સ શહેરમાં નકલી IAS બની છેતરપિંડી કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપી મેહુલ શાહની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો - પરીક્ષા પદ્ધતિમાં બદલાવ અંગે GPSC ચેરમેન હસમુખ પટેલનું મહત્ત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું ?

Tags :
Advertisement

.

×