Rajkot : અહો આશ્ચર્યમ્! ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 14 વિદ્યાર્થી ઝડપાયા
- Rajkot માં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા
- ફાર્મ હાઉસમાં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા હતા
- રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 9 સગીર સહિત કુલ 14 વિદ્યાર્થીઓને ઝડપી પાડયા
રાજકોટમાંથી (Rajkot) વાલીઓ માટે એક ચેતવણી સમાન ઘટના સામે આવી છે. રાજકોટનાં એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 9 સગીર સહિત 14 જેટલા વિદ્યાર્થીઓને રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આ વિદ્યાર્થીઓમાં મોટાભાગનાં ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોવાનું ખુલ્યું છે. સાથે જ આ તમામ વિદ્યાર્થીઓ રાજકોટ શહેરની એક જ નામાંકિત સ્કૂલનાં હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Mehsana : મીનાવાડા દર્શનાર્થે ગયેલા પરિવારને નડ્યો અકસ્માત, પૌત્ર સહિત દાદા-દાદીનું મોત
ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા વિદ્યાર્થીઓ
રાજકોટમાં (Rajkot) આજે રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (Rural Local Crime Branch) બાતમીનાં આધારે ફાર્મ હાઉસ પર યોજાતી દારૂની મહેફિલ પર રેડ પાડી હતી. ચોંકાવનારી બાબતે એ છે કે આ દારૂની મહેફિલ સ્કૂલનાં વિદ્યાર્થીઓ માણતા ઝડપાયા હતા. રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ કાર્યવાહીમાં 9 સગીર સહિત કુલ 14 વિદ્યાર્થીઓને ઝડપી પાડયા છે. માહિતી મુજબ, ઝડપાયેલા આ તમામ વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગનાં ધોરણ 12 નાં વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો - Banaskantha : 'સ્વરૂપજીને ચૂંટણી પ્રચાર કરતા કોણ રોકે છે તે હું જોઉ છું...' : અલ્પેશ ઠાકોર
9 સગીર સહિત કુલ 14 વિદ્યાર્થીઓ ઝડપાયા
સાથે જ પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ઝડપાયેલા તમામ વિદ્યાર્થીઓ રાજકોટ શહેરની એક જ નામાંકિત સ્કૂલનાં વિદ્યાર્થીઓ છે. આ મામલે પોલીસે વિદ્યાર્થીઓનાં વાલીઓનો સંપર્ક સાધ્યો છે અને સાથે જ આગળની જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજકોટમાં ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો - Dahod : BJP નેતા પર 15 લોકોએ તલવારથી જીવલેણ હુમલો કર્યો