Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : શિવરાજપુરમાં આશાસ્પદ યુવાનની હત્યા થતાં કોળી સમાજમાં ભારે રોષ!

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુર ગામે કોળી સમાજના યુવાનની હત્યા બાદ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. પરિવારના સભ્યો, કોળી સમાજના આગેવાનોએ આરોપી ઝડપાય નહીં ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. કેબિનેટમંત્રીની સમજાવટ બાદ પરિવારજનો અને સમાજના લોકોએ મૃતદેહ સ્વીકારાયો હતો.
rajkot   શિવરાજપુરમાં આશાસ્પદ યુવાનની હત્યા થતાં કોળી સમાજમાં ભારે રોષ
Advertisement
  1. Rajkot ના શિવરાજપુરમાં છગન ઝાપડીયા નામના કોળી યુવાનની હત્યા
  2. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મૃતકના પરિવાર સાથે કરી ચર્ચા
  3. પરિવારના સભ્યોની તેમ જ કોળી સમાજના આગેવાનોની હતી માગ
  4. આરોપી ઝડપાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો હતો ઇન્કાર
  5. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારાયો

Rajkot : રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના (Jasdan) શિવરાજપુર ગામે કોળી સમાજના યુવાનની હત્યા બાદ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ (Kunvarji Bavaliya) મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી ચર્ચા કરી હતી. પરિવારના સભ્યો તેમ જ કોળી સમાજના (Koli Samaj) આગેવાનોએ આરોપી ઝડપાય નહીં ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. જો કે, કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળિયાની સમજાવટ બાદ પરિવારજનો અને સમાજના લોકોએ મૃતદેહ સ્વીકારાયો હતો.

કોળી સમાજના યુવાન છગન ઝાપડીયાની 5 શખ્સે કરી હતી હત્યા

રાજકોટ જિલ્લાના (Rajkot) જસદણ તાલુકના શિવરાજપુર ગામ (Shivrajpur) ખાતે રહેતા છગન ઝાપડીયા નામના કોળી સમાજના યુવાનની 5 જેટલા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હતી. કોળી સમાજના આશાસ્પદ યુવકની હત્યા બાદ પરિવારજનો અને સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી હત્યારાઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી યુવકનો મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે એવો પરિવારજનો અને સમાજના લોકોએ નિર્ણય કર્યો હતો. જસદણની સરકારી હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં સમાજના લોકો ભેગા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Kheda: મહિલાને હોટલમાં LC લેવા બોલાવનાર નડિયાદના આચાર્યની ધરપકડ! જાણો સમગ્ર ઘટના

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની સમજાવટ મૃતદેહ સ્વીકારાયો

આ ઘટના અંગે જાણ થતાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા (Kunvarji Bavaliya) એ મૃતકના પરિવાર અને સમાજના લોકો સાથે મુલાકાત કરી હતી અને સાંત્વના પાઠવી લોકોને સમજાવ્યા હતા. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની સમજાવટ બાદ પરિવારજનો અને સમાજના લોકોએ મૃતદેહ સ્વીકારાયો હતો. મૃતકની અંતિમવિધિ માટે ખાંડાધાર હડમતીયા મૃતદેહ લઈ જવાયો છે. જ્યારે પોલીસે જસદણ પોલીસ ડિવિઝન ASP નવીન ચક્રવર્તીએ જણાવ્યું કે, આ કેસમાં કુલ 5 આરોપીનાં નામ સામે આવ્યા છે, જે પૈકી 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એક આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આગળની કાર્યવાહી હાલ ચાલુ છે.

આ પણ વાંચો - Junagadh: ભવનાથ મેળામાં SHE Team નું સુરક્ષા કવચ, જુઓ ખાસ અહેવાલ

Tags :
Advertisement

.

×