Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: વધુ એક નકલી પોલીસ કર્મી ઝડપાયો, રોકડ અને મોબાઈલની ચલાવતો હતો લૂંટ

રાજકોટમાં વધુ એક નકલી પોલીસકર્મી ઝડપાયો બાઇકસવારને ધમકાવી રોકડ અને મોબાઈલની કરી લૂંટ નાના મૌવા રોડ પર બાઇક સવારને ઉભો રાખી ધમકાવ્યો નકલી પોલીસકર્મી ઘનશ્યામ કટારીયાની તાલુકા પોલીસે કરી ધરપકડ Rajkot Fake Police:રાજકોટમાં વધુ એક નકલી પોલીસ (Rajkot Fake...
rajkot  વધુ એક નકલી પોલીસ કર્મી ઝડપાયો  રોકડ અને મોબાઈલની ચલાવતો હતો લૂંટ
Advertisement
  • રાજકોટમાં વધુ એક નકલી પોલીસકર્મી ઝડપાયો
  • બાઇકસવારને ધમકાવી રોકડ અને મોબાઈલની કરી લૂંટ
  • નાના મૌવા રોડ પર બાઇક સવારને ઉભો રાખી ધમકાવ્યો
  • નકલી પોલીસકર્મી ઘનશ્યામ કટારીયાની તાલુકા પોલીસે કરી ધરપકડ

Rajkot Fake Police:રાજકોટમાં વધુ એક નકલી પોલીસ (Rajkot Fake Police)કર્મી ઝડપાયો છે,આ યુવકની વાત કરવામાં આવે તો બાઇકસવાર યુવકને ધમકાવીને લૂંટ ચલાવતો હતો અને તોડ કરતો હતો આ નકલી પોલીસકર્મીએ રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી છે.નાના મૌવા રોડ પર યુવાનને ઉભો રાખી લૂંટ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.તાલુકા પોલીસે નકલી પોલીસ કર્મીની ધરપકડ કરી છે.

રાજકોટમાં વધુ એક નકલી પોલીસ કર્મી ઝડપાયો

રાજકોટમાં વધુ એક નકલી પોલીસકર્મી ઝડપાયો છે.ઘનશ્યામ ખીમજી કટારીયા નામના નકલી પોલીસ કર્મીની તાલુકા પોલીસે ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથધરી છે,આરોપી કેટલા સમયથી લોકોની પાસેથી તોડ કરતો હતો અને કેટલા રૂપિયા ઉઘરાવ્યા તે બાબતને લઈ તપાસ હાથધરી છે,મહત્વનું છે કે આરોપીએ અલગ-અલગ વિસ્તારોમાં તોડ કર્યા છે અને મોબાઈલની લૂંટ પણ ચલાવતો હતો એટલે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોય તેવું પણ પોલીસને લાગે છે.

Advertisement

આ પણ  વાંચો -Gandhinagar Accident: ચિલોડા હાઈવે પર ગમખ્વાર અકસ્માત,2 ના મોત

Advertisement

યુવાનને માર મારી રૂપિયા પડાવ્યા

યુવાનને રસ્તામાં રોકી તેમની પાસેથી રૂ.15 હજાર માંગ્યા પરંતુ, તેને રૂપિયા આપવાની ના પાડતા ફરીથી માર માર્યો હતો. જેથી, યુવાન ખૂબ જ ડરી ગયો અને તેમની પાસે રૂ.8 હજાર રોકડા પડ્યા હતા, તે પુરેપુરા તેને આપી દીધા હતાં. ત્યારબાદ તેને ફરીથી તેની પાછળ-પાછળ પોલીસ સ્ટેશન આવવાનુ કહેતા તે તેની પાછળ ગયેલ હતો. નવા 150 ફુટ રીંગ રોડ ઉપર પરસાણા ચોક પાસે યુવાનનું બાઈક રખાવી નકલી પોલીસે તેના બાઈક પાછળ બેસાડી કણકોટ ગામ પાસે લઈ ગયા હતા.

Tags :
Advertisement

.

×