Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot માં સનસનીખેજ કિસ્સો, રિક્ષાચાલકે 4 વર્ષ સુધી મહિલાનું શોષણ કર્યાનો આરોપ

રાજકોટમાં એક રિક્ષાચાલકની જાળમાં ફસાયેલી મહિલાની 4 વર્ષની વેદના જ્યારે બહાર આવી ત્યારે સૌના હોશ ઉડી ગયા. માત્ર શારીરિક શોષણ જ નહીં, પણ ધર્મ બદલવા સુધીનું જે દબાણ કરવામાં આવ્યું તે પાછળ કયું મોટું ષડયંત્ર કામ કરી રહ્યું છે? શરૂઆતમાં ન્યાય માટે ભટકતી મહિલાને અંતે કોનો સાથ મળ્યો અને કેમ આ કેસ હવે આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે?
rajkot માં સનસનીખેજ કિસ્સો  રિક્ષાચાલકે 4 વર્ષ સુધી મહિલાનું શોષણ કર્યાનો આરોપ
Advertisement
  • Rajkot માં રિક્ષાચાલકે 4 વર્ષ સુધી કર્યું મહિલાનું શોષણ!
  • રિક્ષાચાલક ઝુબેર કુરેશી પર મહિલાએ લગાવ્યા ગંભીર આક્ષેપો
  • બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન માટે આપ્યું દબાણ
  • શરૂઆતમાં પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોવાનો પીડિતાનો મોટો દાવો
  • VHP ના ઉગ્ર વિરોધ અને હસ્તક્ષેપ બાદ આખરે ગુનો દાખલ કરાયો
  • વિશ્વ હિન્દુ પરિષદે આ ઘટનાને ગણાવ્યું પૂર્વઆયોજિત ષડયંત્ર

રાજકોટ (Rajkot) શહેરમાં મહિલા સુરક્ષા અને ધાર્મિક સ્વાતંત્ર્યને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના એક રિક્ષાચાલક ઝુબેર કુરેશી (Zubair Qureshi) સામે એક મહિલાએ શારીરિક શોષણ અને ધર્મ પરિવર્તન (Religious Conversion) માટે દબાણ કરવાના અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલો સામે આવતા જ શહેરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

Rajkot_gujarat_first

Advertisement

મહિલા પર ધર્મ બદલવા માટે દબાણ કરતું હોવાનો આરોપ

પીડિતા દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ, આરોપી ઝુબેર કુરેશી છેલ્લા 4 વર્ષથી તેની સાથે શારીરિક સંબંધ બાંધી રહ્યો હતો. આ સંબંધો મરજી વિરુદ્ધ અને બળજબરીપૂર્વક (Forced Sexual Assault) હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે. એટલું જ નહીં, આરોપી દ્વારા મહિલા પર પોતાનો ધર્મ બદલવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. પીડિત મહિલાએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો કે, જ્યારે તે ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે શરૂઆતમાં પોલીસ દ્વારા તેની ફરિયાદ લેવામાં આળસ કરવામાં આવી હતી.

Advertisement

Rajkot_gujarat_first

Rajkot: RajkotVHP હવે મેદાને ઉતર્યું

જોકે, આ સમગ્ર મામલો વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના ધ્યાને આવતા સંગઠન મેદાને ઉતર્યું હતું. VHP ના હોદ્દેદારોએ આને એક પૂર્વઆયોજિત 'જેહાદી ષડયંત્ર' (Conspiracy) ગણાવીને પોલીસ તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના હસ્તક્ષેપ અને આકરા વલણ બાદ આખરે રાજકોટ પોલીસે (Rajkot Police) ઝુબેર કુરેશી વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક સ્તરે રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તકેદારીના પગલાં ભર્યા છે.

આ પણ વાંચો: IPL 2026: સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હીને 243 રનનો લક્ષ્યાંક આપ્યો, અભિષેકે અણનમ સદી ફટકારી

Tags :
Advertisement

.

×