Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: પરપ્રાંતિય યુવાનની છરીના આડેધડ ઘા મારી હત્યા,ભરૂંડી ટોલનાકા પાસેથી મળ્યો હતો મૃતદેહ

Rajkot: ગોંડલ-રાજકોટ હાઇવે પર ભરૂંડી ટોલનાકા પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારે મૃતક યુવાન બિહારનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મૃતક યુવાન પારડી આવેલ ફેક્ટરીમાં કામ કરતો હતો.
rajkot  પરપ્રાંતિય યુવાનની છરીના આડેધડ ઘા મારી હત્યા ભરૂંડી ટોલનાકા પાસેથી મળ્યો હતો મૃતદેહ
Advertisement
  • ગોંડલ-રાજકોટ હાઇવે પર યુવકનો મૃતદેહ મળી આવ્યો
  • પોલીસ કાફલો મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યો
  • ભરૂંડી ટોલનાકા પાસેથી મળ્યો હતો મૃતદેહ
  • પરપ્રાંતિય યુવાનની છરીના આડેધડ ઘા મારી હત્યા કરી
  • મૃતક યુવાન બિહારનો હોવાનું તપાસમાં સામે આવ્યું
  • મૃતક યુવાન પારડી આવેલ ફેક્ટરીમાં કામ કરતો હતો
  • પરપ્રાંતિય યુવાનની હત્યા કોણે કરી તે દિશામાં તપાસ ચાલુ

Rajkot: ગોંડલ-રાજકોટ હાઇવે પર ભરૂંડી ટોલનાકા પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારે મૃતક યુવાન બિહારનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મૃતક યુવાન પારડી આવેલ ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યારે પરપ્રાંતિય યુવાનની હત્યા કોણે કરી તે દિશામાં તપાસ ચાલુ છે.

Advertisement

પરપ્રાંતિય યુવાનની છરીના આડેધડ ઘા મારી હત્યા કરી

મળતી માહિતી મુજબ રાજકોટના ગોંડલનાં ભરૂડી ટોલનાકા નજીક LCB કચેરી પાછળ રિબડા - સડક પીપળીયા સીમ વિસ્તારમાં પરપ્રાંતિય યુવાનની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી નાખવાની ચકચારી ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરતા મૃતક યુવાન બિહારનો હોવાનું ખુલ્યુ અને છરીનાં ઘા મારી અજાણ્યા શખ્સે ક્રૂરતા પૂર્વક હત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ગોંડલ પંથક માં ગત રાત્રીનાં પરપ્રાંતિય યુવાન ની હત્યાની ઘટના સામે આવતાં એલસીબી,તાલુકા પોલીસ તથા કોટડાસાંગાણી પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

Advertisement

યુવાનની હત્યા કોણે અને કયા કારણોસર કરી?

મૃતક મુળ બિહારનાં થાણા કુનેની જી.બાકા અને હાલ પારડી રહેતા ચંદનકુમાર અમરજીત રાય ઉ.આશરે 26 વર્ષ. હોવાનું બહાર આવ્યું છે. આ મૃતક યુવાનના મૃતદેહને પી.એમ. માટે શિવમ સાર્વજનીક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જાણકારી મુજબ મૃતક યુવાન પારડી આવેલ ફેકટરીમાં કામ કરતો હતો. ત્યારે પરપ્રાંતીય યુવાનની હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Vadodara કલેક્ટર કચેરીને RDX બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

Tags :
Advertisement

.

×