Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rajkot : જેતપુરમાં 'કેપ્ટો' ડોગે ગાંજાનું નેટવર્ક ઝડપી પાડ્યું : મહિલા સહિત બે ઝબ્બે, સાધુની સંડોવણી ખુલી

Rajkot :  જેતપુરમાં નશાના કારોબાર પર પોલીસે ફરી એકવાર કડક કાર્યવાહી કરી છે. આ વખતે જેતપુર સીટી પોલીસની ટીમે રાજકોટ ગ્રામ્યના ડોગ સ્ક્વોડના લેબ્રોડોર ડોગ 'કેપ્ટો'ની મદદથી બાવાવાળાપરા વિસ્તારમાં મોટો દરોડો પાડ્યો અને ગાંજાનો નોંધપાત્ર જથ્થો જપ્ત કર્યો છે.જેતપુર સીટી પોલીસ મથકના પ્રોબેશનરી IPS પ્રખર કુમારના માર્ગદર્શન હેઠળ PI એ.ડી. પરમાર અને તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજાને મહત્વની બાતમી મળી હતી.
rajkot   જેતપુરમાં  કેપ્ટો  ડોગે ગાંજાનું નેટવર્ક ઝડપી પાડ્યું   મહિલા સહિત બે ઝબ્બે  સાધુની સંડોવણી ખુલી
Advertisement
  • Rajkot :  લેબ્રોડોર 'કેપ્ટો'ની ભારે કામગીરી : જેતપુરમાં 914 ગ્રામ ગાંજો જપ્ત, સાધુ વોન્ટેડ
  • બાવાવાળાપરામાં પોલીસ-કેપ્ટોની જોડીએ તોડ્યું ગાંજાનું રેકેટ : પ્રેમીના સસરા અને સાધુનું કનેક્શન ખુલ્યું
  • જેતપુર પોલીસની મોટી કાર્યવાહી : ડોગ 'કેપ્ટો'એ બારી-બેડ વચ્ચે છુપાયેલો ગાંજો શોધી કાઢ્યો
  • સાધુથી મહિલા સુધી ગાંજાની ચેઈન ખુલી : જેતપુરમાં NDPS એક્ટ હેઠળ બે ધરપકડ, એક વોન્ટેડ

Rajkot :  જેતપુરમાં નશાના કારોબાર પર પોલીસે ફરી એકવાર કડક કાર્યવાહી કરી છે. આ વખતે જેતપુર સીટી પોલીસની ટીમે રાજકોટ ગ્રામ્યના ડોગ સ્ક્વોડના લેબ્રોડોર ડોગ 'કેપ્ટો'ની મદદથી બાવાવાળાપરા વિસ્તારમાં મોટો દરોડો પાડ્યો અને ગાંજાનો નોંધપાત્ર જથ્થો જપ્ત કર્યો છે.

બાતમીના આધારે પાડી રેઈડ

જેતપુર સીટી પોલીસ મથકના પ્રોબેશનરી IPS પ્રખર કુમારના માર્ગદર્શન હેઠળ PI એ.ડી. પરમાર અને તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજાને મહત્વની બાતમી મળી હતી. બાતમી મુજબ બોખલા દરવાજાથી ટાકુડીપરા જતા રસ્તે રહેતી શરદબેન દિનેશભાઈ લણાગરીયા નામની મહિલાએ પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો સંતાડ્યો છે.

Advertisement

કેપ્ટો ડોગે કરી બતાવ્યું કામ

આ બાતમીના આધારે પોલીસે રાજકોટ ગ્રામ્યના ડોગ હેન્ડલર ASI રાજેન્દ્રસિંહ રાયજાદા અને તેમના ટ્રેન્ડ લેબ્રોડોર ડોગ 'કેપ્ટો'ને સાથે લઈને મહિલાના ઘરે દરોડો પાડ્યો હતો. તલાશી દરમિયાન 'કેપ્ટો' રૂમમાં બારી અને સિંગલ બેડ વચ્ચે પડેલી કાળા રંગની થેલી પાસે જઈને ભસવા લાગ્યો અને પગ પછાડીને ઈશારો કર્યો. પોલીસે તે થેલી ખોલતાં તેમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ મળી આવ્યો હતો.

Advertisement

ગાંજાની કરાઈ જપ્તી

સ્થળ પર FSLની મોબાઈલ વાન બોલાવી ખરાઈ કરતાં તે ગાંજો હોવાનું સામે આવ્યું. પોલીસે શરદબેન પાસેથી 914 ગ્રામ ગાંજો (અંદાજિત કિંમત રૂ. 45,700) કબજે કર્યો.

બેની ધરપકડ, એકની શોધખોળ

પૂછપરછ દરમિયાન શરદબેને કબૂલ્યું કે આ ગાંજો તેના પ્રેમીના સસરા હનીફભાઈ સીતારભાઈ રફાઈ (રહે. જેતપુર) લાવ્યા હતા. પોલીસે હનીફભાઈની પણ ધરપકડ કરી. વધુ પૂછપરછમાં હનીફભાઈએ આ જથ્થો વીરપુરના એક સાધુ પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતુ.

આ કબૂલાત બાદ પોલીસે તે સાધુને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. જેતપુર સીટી પોલીસે શરદબેન અને હનીફભાઈ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(સી) અને 20-બી હેઠળ ગુનો નોંધ્યો છે અને મુખ્ય સપ્લાયર સાધુને ઝડપી લેવા માટે તપાસને વેગ આપ્યો છે.

આ પણ વાંચો-ગુજરાત ફર્સ્ટ અહેવાલની ઈમ્પેક્ટ, આવાસના Poor Construction પર મનપા લાલચોળ, આપ્યા તપાસના આદેશ

અહેવાલ- હરેશ ભાલિયા, રાજકોટ

Tags :
Advertisement

.

×