Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Corona Case: રાજકોટમાં વિદેશથી પરત ફરેલ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ

રાજકોટ શહેરમાં કોરોનાના કેસ ફરી નોંધાવા પામ્યા છે. રાજકોટમાં વિદેશથી પરત ફર્યા બાદ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા.
corona case  રાજકોટમાં વિદેશથી પરત ફરેલ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ
Advertisement
  • રાજકોટ-શહેરમાં કોરોના રિટર્ન્સ
  • 43 વર્ષીય પુરુષને કોરોના પોઝિટીવ
  • વિદેશથી પરત આપતા લક્ષણો જોવા મળતા રિપોર્ટ કરાવાયો
  • રાજકોટના ન્યુ ઓમનગર વિસ્તારમાં નોંધાયો કેસ
  • હાલ દર્દીને સામાન્ય લક્ષણો અને હોમ ક્વોરન્ટાઇન

રાજકોટ શહેર (Rajkot City Corona Case)ના ન્યુ ઓમનગર ખાતે રહેતા 43 વર્ષીય પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટીવ (Report Corona positive) આવવા પામ્યો હતો. વિદેશથી પરત ફર્યા બાદ કોરોનાના લક્ષણો (Corona symptoms) જોવા મળ્યા હતા. લક્ષણો જોવા મળતા રિપોર્ટ કઢાવ્યો હતો. રિપોર્ટ પોઝિટીવ ((Report positive)) આવવા પામ્યો હતો. હાલ દર્દીને સામાન્ય લક્ષણો હોવાથી હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.

હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરાયા

આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકી (Helth Officer Dr. bhavin Solanki)એ જણાવ્યું હતું કે, કોરોનાનાં જે રીતે સામે આવી રહ્યા છે. તે પૈકી ગઈકાલના રોજ ચાર કેસ નોંધાવા પામ્યા છે. જે પૈકી ત્રણ દર્દીઓને હોમ આઈસોલેશન(Home isolation)માં રાખવામાં આવ્યા છે. જેમને કફ તેમજ ફીવરની હીસ્ટ્રી છે. જ્યારે અન્ય એક દર્દી જેની ઉંમર 84 વર્ષ પુરૂષ દર્દીને પ્રાઈવેટમાં હાલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોર્પોરેશનમાં હાલમાં ટેસ્ટીંગ બાબતે શહેરની હોસ્પિટલ છે. SVP હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, એલજી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે.

Advertisement


અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો

યુવતીમાં કોરોનાના લક્ષણો દેખાયા બાદ તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર, તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી અને હાલ તે ઓક્સિજન સપોર્ટ પર છે. આ ઘટનાએ રાજ્યના આરોગ્ય વિભાગને એલર્ટ કરી દીધું છે, અને કોરોના સામે લડવા માટે વ્યાપક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જણાવી દઇએ કે, સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વિશેષ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં જરૂરી દવાઓ, ઓક્સિજન સપ્લાય અને ઇન્જેક્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે લોકોને સાવચેતી રાખવા અને કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક તપાસ કરાવવાની સૂચના આપી છે. આ ઉપરાંત, હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તેનો સામનો કરવા માટે પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચોઃ Ahmedabad : સુભાષ ચોક પાસે પૂર્વી ટાવરમાં લાગી આગ, AC માં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન

ગુજરાતમાં હોસ્પિટલોની તૈયારીઓ

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાતનું આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 20,000 લિટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 20 બેડનો ખાસ વોર્ડ ઊભો કરાયો છે, જ્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ જરૂર પડે તો તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, પીપીઇ કિટ, વેન્ટિલેટર અને દવાઓનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાની રી-એન્ટ્રી! અમદાવાદમાં 20 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ

Tags :
Advertisement

.

×