Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : પિતાએ મોબાઇલનો પાસવર્ડ બદલતાં ધો-7ના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

Rajkot : ડિજિટલ યુગમાં મોબાઇલ ફોનના વળગણની વધતી જતી સમસ્યા વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધોરણ-7માં અભ્યાસ કરતા કિશોર સૌરભ પાંડેએ પોતાના મોબાઇલનો પાસવર્ડ પિતાએ બદલી નાખતાં અત્યંત નારાજ થઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
rajkot   પિતાએ મોબાઇલનો પાસવર્ડ બદલતાં ધો 7ના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
Advertisement
  • Rajkot માં મોબાઇલ વળગણથી ધોરણ-7ના વિદ્યાર્થીનો આપઘાત : પાસવર્ડ બદલાતાં ગળે ફાંસો ખાધો
  • પિતાએ મોબાઇલનો પાસવર્ડ બદલાતાં ધો-7ના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા : રાજકોટની દુઃખદ ઘટના
  • રાજકોટ: રિક્ષાચાલકનો પુત્ર સૌરભ પાંડે મોબાઇલ વળગણથી આપઘાતનો ભોગ બન્યો
  • ધોરણ-7ના સૌરભનો આપઘાત : મોબાઇલના વળગણે લીધો જીવ, પોલીસ તપાસ શરૂ
  • રાજકોટમાં ડિજિટલ એડિક્શનની કરુણાંતિકા : વિદ્યાર્થીએ પિતાના ઠપકાથી આત્મહત્યા કરી

Rajkot : ડિજિટલ યુગમાં મોબાઇલ ફોનના વળગણની વધતી જતી સમસ્યા વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધોરણ-7માં અભ્યાસ કરતા કિશોર સૌરભ પાંડેએ પોતાના મોબાઇલનો પાસવર્ડ પિતાએ બદલી નાખતાં અત્યંત નારાજ થઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Rajkot : પિતાએ પાસવર્ડ બદલીને ઠપકો આપતા ભર્યું પગલું

સૌરભના પિતા રાકેશભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ પુત્રના મોબાઇલના વધુ પડતા ઉપયોગને કારણે ઠપકો આપીને પાસવર્ડ બદલી નાખ્યો હતો, જેના કારણે કિશોરમાં રોષ ભભૂકી ઊઠ્યો અને તેણે આ અંતિમ પગલું ભર્યું. આ ઘટના મોબાઇલ એડિક્શનના ખતરાઓને ફરી એકવાર ઉજાગર કરે છે, ખાસ કરીને બાળકો અને કિશોરોમાં વર્તમાન સમયમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે.

Advertisement

માતા-પિતા માટે લાલબતી સમાન ઘટના

માલવિયાનગર પોલીસ સ્ટેશને આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી અને પરિવારજનોના નિવેદનો નોંધ્યા છે. આવી ઘટનાઓમાં માતા-પિતાને વધુ સતર્ક રહેવું અને બાળકો સાથે ખુલ્લી વાતચીત કરવી જરૂરી છે. આ દુઃખદ ઘટના બાળકોમાં મોબાઇલના વળગણ અને માનસિક તણાવના મુદ્દાને ગંભીરતાથી લેવા મજબૂર કરે છે. વાલીઓ અને શિક્ષકોએ બાળકોના વર્તન પર નજર રાખીને સમયસર મદદ કરવી જોઈએ.

Advertisement

મોબાઈલે વડોદરામાં 14 વર્ષના બાળકનો લીધો હતો ભોગ

ઉલ્લેખનિય છે કે, 16 એપ્રિલ 2025ના રોજ વડોદરાના માંજલપુરમાં 14 વર્ષના વિદ્યાર્થીએ મોબાઈલની લ્હાયમાં મોતને વ્હાલું કર્યુ છે. આ વિદ્યાર્થીને મોબાઈલની લત લાગી ગઈ હતી. તે દિવસનો મોટો ભાગ મોબાઈલ જોવામાં પસાર કરતો હતો. આ ટેવથી કંટાળીને પરિવારજનો તેને વારંવાર ઠપકો આપતા હતા. બનાવના દિવસે પરિવારજનોએ વિદ્યાર્થીને મોબાઈલના વધુ પડતા ઉપયોગ બદલ ઠપકો આપ્યો હતો. જેથી વિદ્યાર્થીને માઠું લાગ્યું હતું. વિદ્યાર્થીએ ન ભરવાનું પગલું ભર્યુ હતું. તેણે પંખા પર ઓઢણી લટકાવીને ગાળિયો બનાવી ગળેફાંસો ખાઈ લીધો હતો.

આમ પ્રતિદિવસ મોબાઈલના શિકાર બનેલા વિદ્યાર્થીઓ અંતિમ પગલું ભરાવાના અનેક કેસો નોંધાઈ ચૂક્યા છે. તેવામાં માતા-પિતાને કૂમબા બાળકને પ્રેમપૂર્વક સમજાવીને ધીમે-ધીમે મોબાઈલની લત છોડાવવાની કોશિશ કરવી જોઈએ.

81 ટકા બાળકોને મોબાઇલ જોતા-જોતા ભોજન લેવાની આદત

તાજા સર્વેક્ષણ અનુસાર, રાજ્યના 64 ટકા બાળકોને વધતા-ઓછા અંશે મોબાઈલ ફોનની લત છે. સર્વે પૈકીના 76 ટકા ગ્રામ્ય બાળકો મોબાઈલ ઉપર ગેમ રમે છે, 63 ટકાને કોઈપણ ભોગે મોબાઈલ જોઈએ છે, 81 ટકા બાળકો મોબાઈલ ફોન જોતાં-જોતાં જ ખાવાની આદત છે, 85 ટકા બાળકો શારીરિક ગેમ કરતાં મોબાઈલ ગેમ પસંદ કરે છે. તો 66 ટકા માતા-પિતા થોડો સમય મુક્તિ મેળવવા બાળકને મોબાઈલ પકડાવી દે છે.

મોબાઈલના કારણે બાળકો ધકેલાઈ રહ્યા છે મોતના મોઢામાં

ભુજના મોખાણા ગામે મોબાઈલ ફોન ગેમમાં હારી જવાથી નિરાશાની ગર્તામાં ધકેલાઈ 17 વર્ષના કિશોરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

બગસરાના વાઘણિયા ગામે રિલ બનાવવાની ઘેલછામાં 15 વર્ષના કિશોરે કેમેરા સામે ઝેરી દવા પી લીધી હતી. ખેડૂત પુત્રને અમરેલી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

સુરતના વરાછામાં ધોરણ 9માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ માતા-પિતાએ મોબાઈલ ફોન ખરીદી ન આપતાં આપઘાત કરી લીધો હતો. પિતાએ અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા કહીને બાદમાં મોબાઈલ ફોન લઈ આપવા ખાતરી આપી હતી,પરંતુ પુત્રએ જીવન ટૂંકાવી લીઘું હતું.

રાજકોટ નજીક ધોરણ 12 વિદ્યાર્થીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું. બોર્ડની પરીક્ષા આવતી હોવાથી પિતાએ મોબાઈલ ફોન લઈ લીધો હતો એટલે ધો. 12ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હતું. તો, રાજકોટમાં જ કોલેજીયન સ્ટુડન્ટે ગેમિંગ એપમાં પૈસા ગુમાવતાં આપઘાત કર્યો હતો.

સુરતમાં ધોરણ 8માં અભ્યાસ કરતી તરૂણીએ મોબાઈલ ફોન મુદ્દે પરિવાર સાથે વિવાદ થતાં ગળાફાંસો ખાઈ લીધો હતો. પાંડેસરામાં રહેતી 14 વર્ષની વિદ્યાર્થિનીને માતાએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની ના પાડી હતી.

મુંબઈમાં પણ ગુજરાતી પરિવારના 16 વર્ષના કિશોરે પરિવારે તેની પાસેથી મોબાઈલ ફોન લઈ લેતાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

આ પણ વાંચો- Gandhinagar : ગુજરાત પોલીસમાં મોટી બઢતી ; 68 PIને DySP તરીકે પ્રમોશન, 7 DySPની બદલી

Tags :
Advertisement

.

×