Rajkot : ક્રિકેટર Cheteshwar Pujara ના સાળા સામે આખરે ફરિયાદ દાખલ, દુષ્કર્મનો છે ગંભીર આરોપ
- Rajkot માં ક્રિકેટર Cheteshwar Pujara ના સાળા સામે આખરે ફરિયાદ દાખલ
- Gujarat First ના અહેવાલ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું
- આખરે ચેતેશ્વરના સાળા જીત પાબારી વિરુદ્ધ ફરિયાદ દાખલ
રાજકોટમાં (Rajkot) ગઈકાલે એક યુવતીએ ભારતીય ક્રિકેટ ટીમનાં (Indian Cricket Team) જાણીતા ખેલાડી ચેતેશ્વર પુજારાના (Cheteshwar Pujara) સાળા વિરુદ્ધ દુષ્કર્મ સહિત વિવિધ ગંભીર આરોપ લગાવ્યા હતા. આ મામલે યુવતીએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પર આપવીતી વર્ણવી હતી. ગુજરાત ફર્સ્ટનાં આ અહેવાલ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને ચેતેશ્વર પુજારાનાં સાળા જીત રસિકભાઈ પાબારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
આ પણ વાંચો - Rajkot : ક્રિકેટર Cheteshwar Pujara ના સાળા વિરૂદ્ધ દુષ્કર્મનો ગંભીર આક્ષેપ, પીડિત યુવતીએ વર્ણવી આપવીતી!
ચેતેશ્વર પુજારાનાં સાળા વિરુદ્ધ યુવતીનાં ગંભીર આરોપ
રાજકોટમાં એક યુવતીએ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના (Cheteshwar Pujara) સાળા વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યો હતો. યુવતીએ આરોપ લગાવતા કહ્યું હતું કે, ચેતેશ્વર પુજારાના (Cheteshwar Pujara) સાળા જીત પાબારીએ લગ્નની લાલચ આપી સગાઈ કરી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીએ કહ્યું કે, દુષ્કર્મ આચરી સગાઈ તોડી નાખી હતી. યુવતીએ જીત પાબારી પર માર મારવાનો આરોપ પણ લગાવ્યો હતો. સાથે જ પોલીસ સામે પણ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, છેલ્લા 7 દિવસથી પોલીસ ધક્કા ખવડાવે છે. ફરિયાદ લેતી નથી અને મીડિયા પાસે ન જવા માટે પણ દબાણ કરે છે.
આ પણ વાંચો - Rajkot : પાટીદાર અગ્રણી પર હુમલા મામલે નવા CCTV ફૂટેજ સામે આવતા ઊભા થયાં અનેક સવાલ!
માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં જીત પાબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
આ સમગ્ર અહેવાલ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા રજૂ કરવામાં આવ્યા બાદ હવે પોલીસ હરકતમાં આવી છે. માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે જીત પાબારી (Jeet Pabari) વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જીત પાબારી સામે 29 વર્ષીય પૂર્વ મંગેતર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે IPC 376 (2)(N), 506 સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે. આ ફરિયાદમાં સગાઈ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સગાઈ તોડી નાખવામાં આવી હતી એવા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મામલે હવે પોલીસ આગળ શું કાર્યવાહી કરશે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો - Valsad : યુવતી સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં વીડિયો રેકોર્ડિંગ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું