Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : ચોમાસા પહેલા કોર્પોરેટરો ફિલ્ડમાં કરશે નિરીક્ષણ, પાણી ભરાવાની સમસ્યા પર અપાશે વધુ ધ્યાન

Rajkot : ચોમાસુ નજીક આવતાની સાથે જ કોર્પોરેશની ટીમ એકશનમાં આવી ગઈ છે, નવા મેયર ડો.નેહલ શુકલ દ્વારા કોર્પોરેટરોને આદેશ આપવામાં આવ્યો છે કે, ફિલ્ડમાં ઉતરો અને નિરીક્ષણ કરો કે કયાં વધારે પાણી ભરાય છે અને શું રીપોર્ટ તૈયાર થાય છે તેની જાણ કરો, તો આજે મનપાના તમામ વોર્ડના કોર્પોરેટર ફિલ્ડમાં નિરીક્ષણ માટે ઉતરશે તેવી વાત સામે આવી છે. ચોમાસા પહેલા મોટા-મોટા દાવા થતા હોય છે કે, રાજકોટમાં પાણી નહીં ભરાય પણ થોડા વરસાદમાં રાજકોટના અનેક વિસ્તાર પાણી પાણી થઈ જતા હોય છે.
rajkot   ચોમાસા પહેલા કોર્પોરેટરો ફિલ્ડમાં કરશે નિરીક્ષણ  પાણી ભરાવાની સમસ્યા પર અપાશે વધુ ધ્યાન
Advertisement

Rajkot ના અનેક વિસ્તારો એવા છે કે જયાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા વધુ રહેતી હોય છે અને લોકોને તકલીફનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને પાણીમાં વાહનચાલકો વધુ હેરાન થતા હોય છે અને પાણીમાં વાહનો પણ બંધ પડવાની સમસ્યા ઉભી થતી હોય છે. પ્રિ-મોન્સુન કામગીરીને લઈ કોર્પોરેશન અઢળક રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ તો કરે છે તેમ છત્તા પાણી કેમ ભરાય છે તેને લઈ અધિકારીઓ પણ મૂંઝવણ અનુભવતા હોય છે. આજે સવારે 9 વાગે કોર્પોરેટરો પોતાના વોર્ડ વિસ્તારોમાં પ્રિ-મોન્સુન કામગીરી અને વોંકળા સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરશે.

Rajkot શહેરના કયા કયા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતો હોય છે?

રાજકોટ શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન નોંધપાત્ર પાણીનો ભરાવો થતા મુખ્ય વિસ્તારો આ મુજબ છે: પોપટપરા અંડરપાસ, સાધુ વાસવાણી રોડ, 150 ફૂટ રિંગ રોડ, માધાપર ચોકડી, રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ, નાના મૌવા ચોકડી, મોરબી હાઇવે, ગોંડલ હાઇવે, હંસરાજનગર, અમીન માર્ગ, શીતલ પાર્ક વિસ્તારમાં વધુ પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે.

Advertisement

વોકળાની સફાઈ કામગીરી પણ રખાશે ધ્યાન

ખુલ્લી ગટરો હોય અને વોકળા હોય તેની સફાઈ ચોમાસા પહેલા કરવામાં આવતી હોય છે. ઘણી વાર કોન્ટ્રાકટરો સફાઈ કરતા નથી અને તેના કારણે પાણીનો ભરાવો વોકળામાં થતો હોય છે અને પાણી બેક મારવાની પણ સમસ્યા રહેતી હોય છે. ત્યારે આ વખતે રાજકોટમાં પાણી ભરાશે કે પછી પાણીના ભરાવાનો નિકાલ થશે તે જોવું રહ્યું. કરોડો રૂપિયાના પ્રોજેકટ હોય છે પણ પાણી ભરાવાની સમસ્યાથી લોકોને તો રાહત મળતી નથી અને છેલ્લે અધિકારીઓ મીડિયાને એવું જ કહેતા હોય છે કે, કામગીરી કરાઈ રહી છે અને તેમનો બચાવ કરતા હોય છે.

Advertisement

આ પણ વાંચો : Surendranagar ના સાયલા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 4 કલાકમાં 2.5 ઈંચ વરસાદ ખાબકયો

Advertisement

.

×