ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : સગીર વયની સગી દીકરી પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર પાપી પિતાને કોર્ટે ફટકારી આકરી સજા

રાજકોટ જિલ્લામાં ધોરાજી સેશન કોર્ટે મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે.
08:10 PM Nov 22, 2024 IST | Vipul Sen
રાજકોટ જિલ્લામાં ધોરાજી સેશન કોર્ટે મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે.
  1. Rajkot ને શર્મસાર કરતી ઘટનામાં આરોપીને આકરી સજા
  2. સગીર વયની સગી દીકરી પર દુષ્કર્મ આચરનારા પિતાને જેલવાસ
  3. કોર્ટે 20 વર્ષની કેદ અને રૂ. 5 હજારનો ફટકાર્યો દંડ

રાજ્યમાં મહિલા સુરક્ષાને (Women's Safety) લઈ રાજ્ય સરકારે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. સાથે જ દુષ્કર્મ કેસમાં આરોપીઓને કડક સજા અને પીડિતાઓને ઝડપી ન્યાય મળે તે માટે પણ સરકાર પગલાં લઈ રહી છે. ત્યારે રાજકોટ (Rajkot) જિલ્લામાં ધોરાજી સેશન કોર્ટે મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. સગીર વયની સગી દીકરી પર દુષ્કર્મ આચરનારા નરાધમ પિતાને કોર્ટે 20 વર્ષની આકરી કેદની સજા ફટકારી છે.

આ પણ વાંચો - Khyati Hospital : પીરાણામાં કેમ્પ યોજ્યો, જરૂર ન હોવા છતાં સ્ટેન્ટ નાખ્યા, 10 પૈકી 2 ના મોત!

સગીર વયની સગી દીકરી પર આચર્યું વારંવાર દુષ્કર્મ

રાજકોટમાં (Rajkot) ધોરાજી સેશન કોર્ટે એક મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. સગી દીકરી સાથે દુષ્કર્મ જેવો જઘન્ય અપરાધ કરનારા કળયુગી પિતાને 20 વર્ષની આકરી કેદની સજા ફટકારી છે. સાથે જ 5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. પિતા પર આરોપ છે કે તેણે સગીર વયની સગી દીકરી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે પાપી પિતાની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો - Narmada : 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે Chaitar Vasava નો વિરોધ, ઊગ્ર ધરણા પ્રદર્શનની ઉચ્ચારી ચીમકી!

કોર્ટે આરોપી પિતાને 20 વર્ષની કેદની સજા ફટકારી

માહિતી અનુસાર, પીડિતા જ્યારે 6 માસની હતી ત્યારે તેની માતાનું મોત નીપજ્યું હતું. બાળકી તેની દાદી સાથે રહેતી હતી. હાલ, તેની ઉંમર 17 વર્ષની છે. પીડિતા અને તેની દાદીનાં નિવેદન અને પોલીસ તપાસનાં આધારે કોર્ટે આરોપી પિતાને 20 વર્ષનાં જેલવાસની કડક સજા ફટકારી છે. પીડિત દીકરીને આખરે ન્યાય મળ્યો છે.

આ પણ વાંચો - ​​Surat : સચિન વિસ્તારમાં UPSC નાં વિધાર્થીએ એપાર્ટમેન્ટથી કૂદકો મારીને જીવન ટુંકાવ્યું

Tags :
Breaking News In GujaratiCrime NewsDhoraji Sessions CourtFather molest her DoughterGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiRAJKOTrape case
Next Article