Rajkot: ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જાણો શું છે કારણ ?
રાજકોટથી (Rajkot) મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પબારી ગળા ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા મોત થયાનું સામે આવ્યું છે આ ઘટનાને પગલે પોલીસ પણ હોસેપિટલ દોડી આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
- ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ કરી આત્મહત્યા
- જીત પાબારીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
- નવેમ્બર 2024માં થઈ હતી દુષ્કર્મની ફરિયાદ
- સારવાર દરમિયાન જીત પાબારીનું થયું મોત
Rajkot:ભારતીય ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ પોતાના રાજકોટ સ્થિત ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે.આ ઘટના ગઈકાલે બની હોવાનું જાણવા મળે છે.

