Rajkot Crime Branch નો સપાટો, ક્રેટા કારમાં ખાસ ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરનાર ઝડપાયો
Rajkot Crime Branch : કુવાડવા જીઆઇડીસી પાસેથી ક્રેટા કારની સીટ નીચે ચોરખાનું બનાવી 3.70 લાખનો દારૂ તેમજ કાર સાથે 13.70 લાખનો મુદામાલ કબ્જે કરી ફર્નિચરના ધંધાર્થીની ધરપકડ કરવામાં આવી છે.
Advertisement
Rajkot Crime Branch : કુવાડવા GIDC પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી ક્રેટાને અટકાવી તપાસ કરતા આગળની સીટ નીચે ચોરખાનું બનાવી તેમાં સંતાડેલ વિદેશી દારૂ મળી આવતાં હિતેશ સવદાસ મોઢવાડીયા (ઉ.વ.25)ની ધરપકડ કરી દારૂની 120 બોટલ રૂ.3.70 લાખ અને કાર સહિત કુલ રૂ.13.70 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

