સાસુ-વહુની 'આત્મનિર્ભર' જોડી, ડેકોરેટીવ ટ્રે થી લઇને મુખવાસ સુધી 130 આઇટમો તૈયાર કરી
- રાજકોટમાં સાસુ-વહુની જોડીએ બનાવેલી આઇટમોની ભારે માંગ
- મહિલાઓએ ગૃહ ઉદ્યોગમાં સારીએવી સફળતા મેળવી
- તહેવારોની માંગને અનુરૂપ ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે
Rajkot : દેશભરમાં લાખો મહિલાઓએ ઘરની ચાર દિવાલમાંથી બહાર આવીને કળાને રોજગારીમાં (Woman Empowerment) પરિવર્તિત કરી છે. આવું જ એક પ્રેરણાદાયી ઉદાહરણ રાજકોટનાં મનાલીબેન ખારેચાનું (Manaliben Kharecha - Rajkot) છે. તેમણે પોતાની સાસુ સાથે મળીને ગૃહઉદ્યોગના (Gruh Udhyog - Rajkot) માધ્યમથી અલગ ઓળખ મેળવી છે. તેઓ રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી હેન્ડીક્રાફટનો (Handicraft Business - Rajkot) ગૃહ ચલાવે છે, તેમની અદભુત કારીગરીથી અનેક લોકોને અભિભૂત કર્યા છે. તેમના દ્વારા બનાવવામાં આવેલા પ્રોડક્ટ્સની માર્કેટમાં ભારે ડિમાન્ડ રહે છે.
સાસુએ 20 વર્ષ પહેલા શરૂઆત કરી
દરેક ક્ષેત્રમાં મહિલાઓ હરણફાળ ભરી રહી છે. ત્યારે મનાલીબેન છેલ્લા ત્રણ વર્ષથી તેમની સાસુ સાથે મળીને વિવિધ હસ્તકલાની વસ્તુઓ બનાવી રહી છે. આ કામની શરૂઆત તેમના સાસુ દ્વારા 20 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આજે બંને મળીને લાભ-શુભ, સાથિયા, દરવાજા માટેની સુશોભન વસ્તુઓ, પગલા, મુખવાસ દાની, થાળી અને અન્ય ઘણા પ્રકારની વસ્તુઓ બનાવે છે.
સહકાર અને આત્મનિર્ભરતાનું એક ઉત્તમ ઉદાહરણ
મનાલીબેનની વિશેષતા એ છે કે, તેઓ પ્લાસ્ટિક, કાચ, લાકડું અને ધાતુ જેવી વિવિધ સામગ્રીનો ઉપયોગ કરીને દર વર્ષની તહેવારી માંગ અનુસાર નવી-નવી વસ્તુઓ તૈયાર કરે છે. ખાસ કરીને દિવાળીને અનુલક્ષીને તેમણે બાજોટ, આરતીની થાળી, પગલા અને મુખવાસદાની જેવી શણગારવાળી વસ્તુઓ તૈયાર કરી છે. જે મહિલાઓને ખુબ પસંદ આવી રહી છે. એક વસ્તુ બનાવવામાં તેમને એકથી ત્રણ દિવસનો સમય લાગે છે, પણ આ કાર્યમાંની શ્રદ્ધા અને કળાનું મૌલિક રૂપ જોઈને દરેક વસ્તુ વિશેષ લાગે છે. મનાલીબેન અને તેમના સાસુ માત્ર હસ્તકલા દ્વારા ઘર માટે આવકનું સાધન ઊભું કરી રહ્યા નથી, પણ સહકાર અને આત્મનિર્ભરતાનું એક ઉત્તમ ઉદાહરણ પણ બની રહ્યા છે.
સાસુ-વહુની જોડીને ત્રણ વર્ષ થયા
મનાલીબેન ખારેચા કહે છે કે, સાહુ વહુ સાથે મળીને રનિંગ આઈટમ બનાવીએ છીએ. જેમ કે લાભ-શુભ, સાથિયા, દરવાજા પર લગાવવામાં આવતી સુશોભનની વસ્તુઓ, પગલા, મુખવાસદાની, ટ્રે સહિતની 130 થી વધુ આઈટમો બનાવીએ છીએ. વધુમાં તેઓ કહે છે કે, તેઓ તેમના સાથે સાસુ સાથે છેલ્લા 3 વર્ષથી મળીને કામ કરી રહ્યાં છે. જ્યારે તેમના સાસુ તો છેલ્લા 20 વર્ષથી આ બિઝનેસ સાથે જોડાયેલા છે. ત્યારે અનેક લોકો તેમની કામગીરી જોઈને અભિભૂત થઈ જાય છે.
પ્રોત્સાહન મળે તે અતિ જરૂરી
આપણા પ્રધાનમંત્રી દ્વારા વોકલ ફોર લોકલ નું સૂત્ર આપવામાં આવ્યું છે, જેથી દેશની બનાવટ ને આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જઈ શકીએ અને આપણા સ્થાનિક આર્ટિસ્ટ અને કારીગરોને રોજગાર આપી શકીએ ત્યારે આ પ્રકારના રોજગાર ને વધુ ને વધુ પ્રોત્સાહન મળે તે અતિ જરૂરી છે.
આ પણ વાંચો --- Exclusive : 'કાલ કોણે જોઇ, તહેવારમાં મજા કરી લેવાની', હિતુ કનોડિયાએ Gujarat First સાથે કરી ખાસ વાત