Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ડિજિટલ એરેસ્ટ કરી રિટાયર્ડ શિક્ષક પાસેથી 1.14 કરોડ ખંખેરી લીધા

Rajkot : રાજકોટ શહેરમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક અને તેમની પત્નીને છેતરપિંડીના શાતિર ગુનેગારોએ “ડિજિટલ એરેસ્ટ” કરીને 1 કરોડ 14 લાખ રૂપિયા પડાવી લીધા છે. ઠગોએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના નામે ફોન કરીને શિક્ષક દંપતીને આતંકવાદી પ્રવૃત્તિ અને ચાઈલ્ડ પોર્નોગ્રાફી જેવા ગંભીર આરોપોમાં ફસાવી દીધા હતા.
rajkot   ડિજિટલ એરેસ્ટ કરી રિટાયર્ડ શિક્ષક પાસેથી 1 14 કરોડ ખંખેરી લીધા
Advertisement
  • આતંકવાદી છો, ચાઈલ્ડ પોર્ન કેસ છે કહીને 6 દિવસ ડિજિટલ એરેસ્ટમાં રાખ્યા, 1.14 કરોડની ઠગાઈ
  • મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે રાજકોટના શિક્ષક દંપતીને લૂંટાયા 1 કરોડ 14 લાખ
  • રાજકોટમાં ફરી ડિજિટલ એરેસ્ટનો શિકાર : નિવૃત્ત શિક્ષકે ગુમાવ્યા જીવનભરની જમા પૂંજી
  • તમારું નામ આતંકવાદીઓની લિસ્ટમાં છે” કહી 1.14 કરોડની ઓનલાઈન લૂંટ

Rajkot : રાજકોટ શહેરમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક અને તેમની પત્નીને છેતરપિંડીના શાતિર ગુનેગારોએ “ડિજિટલ એરેસ્ટ” કરીને 1 કરોડ 14 લાખ રૂપિયા પડાવી લીધા છે. ઠગોએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના નામે ફોન કરીને શિક્ષક દંપતીને આતંકવાદી પ્રવૃત્તિ અને ચાઈલ્ડ પોર્નોગ્રાફી જેવા ગંભીર આરોપોમાં ફસાવી દીધા હતા.

મળતી વિગતો મુજબ, ગત 10 નવેમ્બરની આસપાસ આ દંપતીને સૌપ્રથમ ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી ગણાવ્યો અને કહ્યું કે, “તમારા નામ-આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે, તમારી સામે આતંકવાદી પ્રવૃત્તિ તેમજ ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો કેસ નોંધાયો છે.” પછી તેમને વીડિયો કોલ પર “ડિજિટલ એરેસ્ટ”માં રાખવામાં આવ્યા અને ઘરની બહાર ન નીકળવા તથા કોઈને આ વાત કહેવાની સખત મનાઈ ફરમાવી હતી.

Advertisement

આ પણ વાંચો- Kutch BSF 176 બટાલીયનની નવી પહેલ ; જમ્મુથી ભુજ સુધી 1700 કિમીની બાઇક રેલી

Advertisement

આખા 6 દિવસ સુધી ઠગોએ વીડિયો કોલ પર દંપતીને ડરાવી-ધમકાવીને રાખ્યા અને વચ્ચે વચ્ચે નકલી દસ્તાવેજો, કોર્ટના ઓર્ડર તથા પોલીસ ઓફિસરોના ફોટા બતાવીને વિશ્વાસ જમાવ્યો. “તમારું ખાતું સીઝ થઈ જશે, કેસ બંધ કરવા માટે પૈસા જમા કરાવો” જેવી વાતો કરીને ધીમે ધીમે 1 કરોડ 14 લાખ રૂપિયા વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા.

જ્યારે દંપતીને શંકા જાગી અને તેમણે પોતાના પરિચિતોને આ વાત કરી ત્યારે સાચી હકીકત સામે આવી હતી. તરત જ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આખા મામલે ફરિયાદ નોંધવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, આ પ્રકારની ડિજિટલ એરેસ્ટની ઠગાઈના કેસ રાજ્યમાં સતત વધી રહ્યા છે અને આ કેસમાં પણ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનું નામ ખોટું લગાવીને ઠગાઈ કરવામાં આવી છે.

પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈ અજાણ્યો વ્યક્તિ ફોન કરીને પોલીસ કે કોર્ટના નામે ધમકાવે તો તરત જ 1930 પર કોલ કરીને ચકાસણી કરાવવી અને પૈસા ટ્રાન્સફર કરતાં પહેલાં પરિવાર કે પોલીસ સાથે વાત કરવી જોઈએ. ઉલ્લેખનિય છે કે, સરકાર કોલર ટ્યુનમાં પણ અવરનેસ માટે ડિજિટલ એરેસ્ટ વિશે માહિતી આપે છે. જોકે, તે છતાં પણ પ્રતિદિવસ અપરાધીઓ વિવિધ ટેકનિક અપનાવીને સામાન્ય લોકોને ફસાવી રહ્યાં છે.

આ પણ વાંચો- Gir Somnath : કેસરીયા પાસે ભયાનક અકસ્માત, બોલેરોની ટક્કરે બે સગા ભાઈ અને એક યુવાનનો ભોગ લીધો

Advertisement

.

×