Rajkot : ખોડલધામમાં ગણેશ ગોંડલની હાજરી મામલે અભદ્ર ટિપ્પણી કરનાર રાજુ સખિયા સામે ગુનો
- ખોડલધામ ખાતે ગણેશ ગોંડલની હાજરી મામલે અભદ્ર ટિપ્પ્ણી કરવાનો મામલો (Rajkot)
- રાજુ સખીયા સામે ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ
- બંને સમાજ વચ્ચે વૈમેનસ્ય ફેલાય તેવી ભાષામાં વાત કરી હોવાનો આરોપ
રાજકોટ જિલ્લાનાં (Rajkot) કાગવડમાં આવેલ ખોડલધામમાં ગણેશ ગોંડલની હાજરી મામલે અભદ્ર ટિપ્પણી કરનાર રાજૂ સખીયા સામે ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. સ્નેહમિલનનાં કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરી મામલે સખીયાએ સમાજનાં આગેવાનને ફોનમાં હવે કોઈ કાર્યક્રમમાં ગણેશ ગોંડલ (Ganesh Gondal) કે અન્ય કોઈ સમાજનાં લોકોને બોલાવશો તો કાર્યક્રમમાં હિંસા પણ કરીશું તેમ કહી બંને સમાજ વચ્ચે વૈમેનસ્ય ફેલાય તેવી ભાષામાં વાત કરી ઉશ્કેરાટ ફેલાવ્યો હતો.
આ પણ વાંચો - Rajkot: ધોરાજીમાં આવેલા છાડવાવદર ગામની જે.જે. કાલરીયા સ્કૂલમાં લાલિયાવાડી, વાંચો આ ચોંકાવનારો અહેવાલ
બનાવ અંગે ગોંડલમાં જેતપુર રોડ પર દાસીજીવણ પાર્ટી પ્લોટની સામે નંદનવન સોસાયટી ગેટવાળી શેરીમાં રહેતાં ઘનશ્યામભાઈ વિનોદભાઈ સોરઠિયાએ નોંધાવેલ ફરિયાદમાં રાજૂ લવજી સખીયા (રહે. ગોંડલ) નું (Raju Sakhiya) નામ આપતાં ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં (Gondal City B. Division Police Station) BNS એક્ટ 192, 196 (એ) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પાટીદાર સમાજમાંથી છે.
ફરિયાદમાં કરાયો ગંભીર આરોપ
ફરિયાદમાં જણાવ્યું કે, ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) તથા અન્ય સમાજનાં લોકો સાથે પારિવારિક તથા ભાઈચારાથી રહે છે. થોડા સમય પહેલા ખોડલધામ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમા મહેમાન તરીકે જયોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશ ગોંડલ) એ હાજરી આપી હતી. અન્ય મહેમાનો પણ આવ્યા હતા. કાર્યક્રમ બાદ સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી, જેમાં ખોડલધામ સમિતિનાં આગેવાન રાજુભાઈ સોજીત્રા (Rajubhai Sojitra) સાથે રાજૂ સખીયાની વાતચીત કરી હતી.
આ પણ વાંચો - Rajkot: મનીલેન્ડ એક્ટ હેઠળ P.T.જાડેજા વિરુદ્ધ ફરિયાદ
ફરિયાદમાં આગળ જણાવ્યું કે, આ વાતચીતમાં રાજુ સખીયાએ રાજુભાઈ સોજીત્રાને કહ્યું કે, ખોડલધામનાં કાર્યક્રમમાં ગણેશ ગોંડલને કેમ બોલાવ્યો ? લેઉવા પટેલ સમાજનાં કાર્યક્રમમાં બીન પટેલને કેમ બોલાવો છો ? હવે કોઈ કાર્યક્રમમાં ગણેશ ગોંડલ કે ક્ષત્રિય સમાજના કે અન્ય કોઈ સમાજનાં લોકોને બોલાવશો તો અમે અથવા અમારી ટીમ સાથે આવીને કોઈ કાર્યક્રમ નહીં થવા દઈએ અને જરૂર પડશે તો હિંસા પણ કરીશું.. તેવું ભડકાઉ, આપત્તિજનક તથા બન્ને સમાજ (લેઉવા પટેલ (Leuva Patel) સમાજ તથા ક્ષત્રિય સમાજ) વચ્ચે વૈમેનસ્ય ફેલાય તેવા ઉશ્કેરણીજનક વિધાનો અને જેનાથી કોઈ ટોળા કે સમૂહને હિંસા કરવા ઉત્તેજન મળે તેવા વિધાનો ઓડિયો ક્લિપમાં ખોડલધામ સમિતિનાં આગેવાન રાજુભાઈ સોજીત્રાને કહ્યું હતું.
રાજુ સખીયા સામે કડક કાર્યવાહી કરવા માગ
ઉપરાંત, એવો પણ આરોપ લગાવ્યો હતો કે, રાજુ સખીયાએ ભૂતકાળમાં પણ બન્ને સમાજ વચ્ચે વૈમેનસ્ય ફેલાય તેવા ભડકાઉ તથા ઉશ્કેરણીજનક વિધાનો આપ્યા હતા.રાજુ સખીયા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા ફરિયાદમાં માગ કરાઈ છે. આ મામલે ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસે (Rajkot) ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Rajkot : સમાજની બંને સંસ્થાને બદનામ કરવાની સોપારી કોણે આપી ? : દિનેશ બાંભણિયા