Rajkot: ફોરેન ચોકલેટમાં ખતરો!, મોઢે જતાં પહેલા નીકળી જીવતી ઈયળ!
- Rajkot: ફોરેનની ચોકલેટ ખાતા પહેલાં ચેતી જજો!
- ફોરેનની ચોકલેટમાંથી નીકળી ઈયળ(Caterpillar)
- ચોકલેટની અંદરથી જીવતી ઈયળ નીકળી
- હાલ સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
- વાયરલ વીડિયોની ગુજરાત ફર્સ્ટ નથી કરતું પુષ્ટિ
Rajkot:રાજકોટ શહેરના ફૂડ સેફ્ટી અને ગુણવત્તા પર સવાલ ઉઠાવતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં એક ગ્રાહકે ખરીદેલી વિદેશી બ્રાન્ડની ચોકલેટ(Foreign Brand Chocolate)માંથી જીવતી ઈયળ(Caterpillar) મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાએ વિદેશથી આયાત થતી ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા અને તેના સ્ટોરેજની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના એક રહેવાસીએ વિદેશી ચોકલેટ ખરીદી હતી. જોકે, જ્યારે આ ચોકલેટ ખાવા માટે ખોલવામાં આવી, ત્યારે ગ્રાહકને અંદરના ભાગે જીવતી ઈયળ જોઈને આઘાત લાગ્યો હતો. ચોકલેટના પેકિંગની અંદર જીવજંતુની હાજરી જોતાં ગ્રાહકે તુરંત જ આખી ઘટનાનો વીડિયો મોબાઈલમાં ઉતારી લીધો હતો. આ વીડિયોમાં ચોકલેટના ટુકડાની અંદર ઈયળ સ્પષ્ટપણે ફરતી જોઈ શકાય છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે અન્ય ગ્રાહકોમાં પણ ભારે ચિંતાનો માહોલ છે. વાલીઓમાં હવે વિદેશી ચોકલેટ કે પેકેજ્ડ ફૂડ ખરીદતા પહેલા દસ વખત વિચારવાની ફરજ પડી છે.
આ ઘટના અંગે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ, ગ્રાહકો દ્વારા સોશિયલ મીડિયા પર આ મામલે ઝડપી અને કડક તપાસની માંગ કરવામાં આવી રહી છે.
(નોંધઃ આ ન્યૂઝ માત્ર સોશિયલ મીડિયા આધારિત છે, Gujarat First પુષ્ટી કરતું નથી)
આ પણ વાંચોઃ Rajkot: કિન્નરોના વિવાદે લીધું ગંભીર સ્વરૂપ, 6 કિન્નરોનો સામૂહિક આપઘાત પ્રયાસ મામલે બે સામે FIR
આ પણ વાંચોઃ Surat: સદવિચાર હોસ્પિટલમાં પ્રસૂતાનું મોત થતાં પરિવારનો હોબાળો, જાણો શું કર્યા ગંભીર આક્ષેપ!