Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot GameZone : 2 પૂર્વ મ્યુનિ. કમિશનરને ક્લીનચીટ, કોંગ્રેસ નેતાએ સરકાર પર કર્યાં આકરા પ્રહાર

Rajkot GameZone : રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. તપાસ માટે રચાયેલી સત્ય શોધક સમિતિ દ્વારા રાજકોટનાં બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીનચીટ (Clean Chits) આપવામાં આવી છે. સમિતિની રિપોર્ટમાં અમિત અરોરા, આનંદ પટેલની કોઈ ભૂમિકા ન હોવાનો ઉલ્લેખ...
rajkot gamezone   2 પૂર્વ મ્યુનિ  કમિશનરને ક્લીનચીટ  કોંગ્રેસ નેતાએ સરકાર પર કર્યાં આકરા પ્રહાર
Advertisement

Rajkot GameZone : રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. તપાસ માટે રચાયેલી સત્ય શોધક સમિતિ દ્વારા રાજકોટનાં બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીનચીટ (Clean Chits) આપવામાં આવી છે. સમિતિની રિપોર્ટમાં અમિત અરોરા, આનંદ પટેલની કોઈ ભૂમિકા ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. રાજકોટ અગ્નિકાંડ અંગે તપાસને લઈ હાઈકોર્ટનાં (Gujarat Hight Court) ત્રણ સભ્યોની સત્ય શોધક સમિતિ બનાવવામાં આવી હતી.

હાઈકોર્ટનાં ત્રણ સભ્યની સત્ય શોધક સમિતિનો રિપોર્ટ રજૂ કરાયો

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot GameZone) 27 નિર્દોષ લોકોનાં જીવ ગયા હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવે દીધું હતું. ગેમઝોન અગ્નિકાંડની તાપસ માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સંચાલકો સહિત અનેક અધિકારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે અગ્નિકાંડમાં તપાસને લઈ સત્ય શોધક સમિતિ (Satyashodhak Samiti) પણ રચના કરવામાં આવી હતી. આ સમિતિમાં હાઈકોર્ટનાં ત્રણ સભ્ય મનિષા ચંદ્રા (Manisha Chandra), પી. સ્વરૂપ (P. Swarup) અને રાજકુમાર બેનીવાલનો (Rajkumar Beniwal) સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે સત્ય શોધક સમિતિ દ્વારા હાઈકાર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Yuvrajsinh Jadeja : શું ખરેખર...વધુ એક પરીક્ષામાં છબરડો ? CBRT ની પરીક્ષા રદ કરવા માગ

રાજકોટના બે પૂર્વ મ્યુનિ. કમિશનરને ક્લીનચીટ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સત્ય શોધક સમિતિનાં રિપોર્ટમાં રાજકોટનાં (Rajkot) બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ (Anand Patel) અને અમિત અરોરાને (Amit Arora) ક્લીનચીટ આપવામાં આવી છે. અમિત અરોરા, આનંદ પટેલની કોઈ ભૂમિકા ન હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. ઉપરાંત, TRP ગેમઝોનમાં બર્થ ડે પાર્ટી ઊજવવા ગયેલા અન્ય 4 અધિકારીઓને પણ ક્લીનચીટ આપવામાં આવી છે. વર્ષો પહેલા ગેરકાયદે બાંધકામ તોડવાની સત્તા TP શાખાને અપાઈ હતી અને TP શાખાની જવાબદારી હોવાથી બંને પૂર્વ મ્યુ. કમિશનરનો કોઈ રોલ ન હોવાનો ઉલ્લેખ રિપોર્ટમાં કરાયો છે. જો કે, આ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ થતાં હવે હાઈકોર્ટના નિર્ણય તરફ સૌની મીટ મંડાઈ છે.

આ પણ વાંચો - Dahod : ઘરમાં ચોર આવ્યાનો માલિકે કર્યો ફોન તો પોલીસકર્મીએ આપ્યો ઉદ્ધતાઈભર્યો જવાબ, થઈ મોટી કાર્યવાહી

કોંગ્રેસનાં નેતા ઇન્દ્રનીલ રાજગુરુના રાજ્ય સરકાર પર પ્રહાર

બીજી તરફ સત્ય શોધક સમિતિ દ્વારા રાજકોટનાં બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીનચીટ (Clean Chits) અપાતા કોંગ્રેસનાં નેતા ઇન્દ્રનીલ રાજગુરુ (Indranil Rajguru) રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ઇન્દ્રનીલ રાજગુરુ એ કહ્યું કે, સરકારે અધિકારીઓને ક્લીનચીટ આપવાનું કામ કર્યું છે. સુરતની (Surat) ઘટના, મોરબી (Morbi) બ્રિજ દુર્ઘટના, વડોદરા (Vadodara) હરણીકાંડનાં આરોપીઓ પણ હાલ બહાર ફરી રહ્યા છે. તમામ IAS અને IPS ને ક્લીનચીટ આપી બચાવી લેવાયામાં આવ્યો હોવાનો આરોપ પણ કોંગ્રેસ નેતાએ લગાવ્યો હતો.

આ પણ વાંચો - Rajkot : રાજકોટવાસીઓ માટે સારા સમાચાર! ફરી ધમધમતું થશે અટલ સરોવર, જુઓ અદભુત આકાશી દ્રશ્ય

Tags :
Advertisement

.

×