Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot Gamezone fire : કલાકોની સુનાવણી બાદ કોર્ટે 4 આરોપીઓને આપ્યો મોટો ઝટકો!

રાજકોટ અગ્નિકાંડનાં આરોપીઓને કોર્ટનો ઝટકો (Rajkot Gamezone fire) કોર્ટે ચાર આરોપીઓનાં જામીન ફગાવ્યા જમીન માલિક અશોકસિંહ જાડેજાને જામીન નહીં સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરને જામીન નહીં રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamezone fire) આરોપીઓને આજે કોર્ટથી મોટો ઝટકો...
rajkot gamezone fire   કલાકોની સુનાવણી બાદ કોર્ટે 4 આરોપીઓને આપ્યો મોટો ઝટકો
  1. રાજકોટ અગ્નિકાંડનાં આરોપીઓને કોર્ટનો ઝટકો (Rajkot Gamezone fire)
  2. કોર્ટે ચાર આરોપીઓનાં જામીન ફગાવ્યા
  3. જમીન માલિક અશોકસિંહ જાડેજાને જામીન નહીં
  4. સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરને જામીન નહીં

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamezone fire) આરોપીઓને આજે કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે (Gujarat HighCourt) ચાર આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. ચાર્જશીટ દાખલ થયા બાદ આરોપીઓએ જામીન અરજી કરી હતી જે આજે કોર્ટે ફગાવી દીધી છે. માહિતી મુજબ, કોર્ટમાં જામીન અરજી પર કલાકો સુધી સુનાવણી હાથ ધરાઈ હતી.

Advertisement

આ પણ વાંચો - Adani નાં પાપે લોકોને થઈ રહી છે કેન્સર જેવી ગંભીર બીમારી ? પીડિત મહિલાએ Gujarat First ને વર્ણવી આપવીતી

Advertisement

ચાર્જશીટ દાખલ કર્યા બાદ ચાર આરોપીઓએ જામીન અરજી કરી હતી

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડે (Rajkot Gamezone Fire) સમગ્ર રાજ્યને હચમચાવી દીધો હતો. આ ઘટનામાં માસૂમ બાળકો સહિત 27 નિર્દોષ લોકો જીવતા ભડથું થયા હતા. આ કેસમાં આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ચાર આરોપી જમીન માલિક અશોકસિંહ જાડેજા (Ashok Singh Jadeja), સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર (I.V. Kher), ATPO ગૌતમ જોશી અને રાજેશ મકવાણા દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી, જેના પર કોર્ટે સુનાવણી કરી હતી.

આ પણ વાંચો - Adani-Ambuja : Gujarat First નાં ઓપરેશન 'અસુર' માં GPCB નાં રીજનલ મેનેજરનો ચોંકાવનારો ઘટસ્ફોટ!

Advertisement

કલાકોની સુનાવણી બાદ કોર્ટે જામીન અરજી ફગાવી

જો કે, કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ચારેય આરોપીઓની જામીન અરજીને ફગાવી દીધી હતી. પોલીસે (Rajkot Police) ચાર્જશીટ દાખલ કર્યા બાદ આ ચારેય આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. કોર્ટે કલાકો સુધી બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય આપ્યો હતો. કોર્ટનાં આદેશ બાદ ચારેય આરોપીઓને મોટો ઝટકો લાગ્યો છે.

આ પણ વાંચો - Adani: ‘અમારૂ ગામ હજી આઝાદ નથી થયું!’ અંબુજાના પાપે આ ગામોમાં રહેવું નર્ક સમાન

Tags :
Advertisement

.