Rajkot: સૌપ્રથમવાર રાજકોટમાં એર શો યોજાશે, આવતીકાલે હવાઈ કરતબો સાથે મિસાઇલનું પ્રદર્શન કરાશે
- Rajkot શહેરમાં સૌપ્રથમ વખત Air Show નું આયોજન
- આવતીકાલે ભારતીય વાયુસેના દ્વારા એર શોનું આયોજન
- રાજકોટના અટલ સરોવર ખાતે કરવામાં આવ્યું આયોજન
- અટલ સરોવર ખાતે એર શોનું ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું
- ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા અવનવા કરતબો બતાવ્યા
- Rajkot અટલ સરોવર ખાતે મિસાઇલ પ્રદર્શન રાખવામાં આવ્યું
- ઓપરેશન સિંદૂર દરમિયાન વપરાયેલ મિસાઈલનું પ્રદર્શન
- મિસાઈલ જોવા માટે રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા
Rajkot Air Show:રાજકોટ શહેરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ભારતીય વાયુસેના દ્વારા એર શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે આવતીકાલે અટલ સરોવર ખાતે યોજાશે. આ મેગા ઇવેન્ટ પૂર્વે આજે વાયુસેના દ્વારા અટલ સરોવર ખાતે ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેને જોવા માટે રાજકોટવાસીઓનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો.
રોમાંચક કરતબો રજૂ કરાયા
આ રિહર્સલમાં ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત 'સૂર્યકિરણ એરોબેટિક ટીમ' દ્વારા આકાશમાં અવનવા અને રોમાંચક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. તે જોઈને ઉપસ્થિત જનમેદની આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. વાયુસેનાના આ પરાક્રમી જવાનોએ આકાશમાં ત્રિરંગાની રંગોળી રચીને રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જ્યો હતો. એર શોના આયોજન સ્થળે માત્ર હવાઈ કરતબો જ નહીં, પરંતુ જમીન પર પણ સંરક્ષણ ક્ષેત્રે ભારતની શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. અટલ સરોવર ખાતે એક મિસાઇલ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન વાયુસેના દ્વારા ઉપયોગમાં લેવાયેલી મિસાઇલ હતી, જે યુદ્ધની રણનીતિ અને ભારતની સુરક્ષા ક્ષમતાનો પરિચય આપે છે.
Rajkot ના નાગરિકોમાં ઉત્સાહ
પ્રથમ વખત આયોજિત આ એર શોને લઈને રાજકોટના નાગરિકોમાં ગજબનો ઉત્સાહ છે. ફાઇનલ રિહર્સલ દરમિયાન પણ બાળકો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં મિસાઇલ પ્રદર્શન જોવા અને આકાશમાં વિમાનોના કરતબો નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. રાજકોટવાસીઓએ ભારતીય વાયુસેના પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આવતીકાલનો મુખ્ય કાર્યક્રમ શહેરના ઇતિહાસમાં ખૂબ મહત્વનો રહેશે.
આ પણ વાંચોઃ Rajkot: ખોડલધામ ખાતે યોજાશે ભવ્ય સન્માન સમારોહ, મુખ્યમંત્રી ઉપસ્થિતિ રહેશે