Rajkot : ધનતેરસનાં દિવસે GST વિભાગનાં 'શ્રીગણેશ'! એકસાથે 3 પેઢી પર દરોડા
- Rajkot માં ધનતેરસને દિવસે સોની બજારમાં GST વિભાગની કાર્યવાહી
- સોની બજારમાં સોનાના હોલસેલ વેપારીને ત્યાં દરોડા
- જે.કે. અને આર.કે. સહિત 3 પેઢી પર GST નાં દરોડા
- GST વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં કચવાટ!
રાજકોટમાં (Rajkot) આજે ધનતેરસનાં દિવસે GST વિભાગે મોટી કાર્યવાહી કરી છે. સોની બજારમાં સોનાના હોલસેલનાં વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. જીએસટી વિભાગની રેડ પડતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. જીએસટી વિભાગે (GST Department) સોની બજારમાં એક સાથે 3 પેઢી પર દરોડાની કાર્યવાહી કરી દસ્તાવેજોની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - આવતીકાલથી PM Modi ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે, અહીં વાંચો કાર્યક્રમોની વિગત
ધનતેરસને દિવસે સોની બજારમાં GST વિભાગની કાર્યવાહી
રાજકોટમાં (Rajkot) આજે ધનતેરસ નિમિત્તે સોની બજારમાં લોકોની ભારે ભીડ ઊમટી છે. ધનતેરસનાં દિવસે લોકો સોના-ચાંદીની ખરીદી કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે GST વિભાગે સોની બજારમાં મોટી કાર્યવાહી કરી છે. એક સાથે 3 પેઢી પર વિભાગે દરોડા પાડ્યા હતા. માહિતી મુજબ, GST વિભાગે સોની બજારમાં આવેલી જે.કે. અને આર.કે. સહિત 3 પેઢી પર GST ની કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો - Surat : અનૈતિક સંબંધથી કંટાળી પત્ની પતિની પ્રેમિકાને મળવા ગઈ અને..!
GST વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં કચવાટ!
સોની બજારમાં (Soni Bazar) સોનાના હોલસેલની 3 પેઢી પર GST ના દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. વિભાગનાં અધિકારીઓએ પેઢીનાં દસ્તાવેજો સહિતની તપાસ હાથ ધરી છે. જીએસટી વિભાગની (GST Department) તપાસમાં મસમોટા ખુલાસા થાય તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. જો કે, ધનતેરસનાં દિવસે જીએસટી વિભાગની કાર્યવાહીથી ચકચાર મચી જવા પામી હતી.
આ પણ વાંચો - Ahmedabad: ગેસ ગળતરની ઘટનામાં વધુ એક વ્યક્તિનું થયું મોત, 6 લોકો હજુ સારવાર હેઠળ