Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : હીરાસર એરપોર્ટમાં ખાનગી કંપની અને ટેક્સી એસો. વચ્ચે બબાલ, ટેક્સી એસો.-નાણા આપવાનું બંધ કરતા હેરાનગતિ

રાજકોટમાં હિરાસર એરપોર્ટમાં ખાનગી કંપની અને ટેક્સી એસો. વચ્ચે બબાલ થવા પામી હતી. આ સમગ્ર મામલે ટેક્સી એસો. દ્વારા પોલીસ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી.
rajkot   હીરાસર એરપોર્ટમાં ખાનગી કંપની અને ટેક્સી એસો  વચ્ચે બબાલ  ટેક્સી એસો  નાણા આપવાનું બંધ કરતા હેરાનગતિ
Advertisement
  • રાજકોટમાં ખાનગી કંપની અને ટેક્સી એસો.વચ્ચે બબાલ
  • હીરાસર એરપોર્ટમાં ખાનગી કંપની અને ટેક્સી એસો. વચ્ચે બબાલ
  • કોન્ટ્રાક્ટર અને બે લેડી ડોન દાદાગીરી કરતા હોવાનો આરોપ

રાજકોટના હીરાસર એરપોર્ટમાં ખાનગી કંપની અને સ્થાનિક ટેક્સી એસોસિયેશન વચ્ચે બબાલ થવા પામી હતી. એરપોર્ટ પર આપેલ કોન્ટ્રાક્ટર અને સ્થામિક મહિલાઓ દાદાગીરી કરી રહ્યાનું સામે આવવા પામ્યું છે. ટેક્સી એસો. દ્વારા અત્યાર સુધી ધંધો કરવા અને એસો. દ્વારા એરપોર્ટમાં મહિલાને નાણાં ચૂકવવામાં આવતા હતા. નાણાં આપવાનું બંધ કરતા મહિલાને આગળ ઘરી ડ્રાઈવરો પર ખોટા કેસ કરવામાં આવે છે. ધંધો ન કરવા દેવા ખાનગી કંપની અને મહિલા એક થઈ કોઈ જ ટેક્સીને એરપોર્ટમાંથી પેસેન્જર ભરવા દેતા નથી. આ સમગ્ર મામલે ટેક્સી એસો. દ્વારા પોલીસ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી.

પોલીસ મારી ફરીયાદ પર ધ્યાન નથી આપતીઃ જયદીપભાઈ (ફરિયાદી)

આ બાબતે ફરિયાદી જયદીપભાઈએ કહ્યું હતું કે, મે એના પર ફરિયાદ કરી છે. મારા દ્વારા ત્રણ ફરિયાદ કરવામાં આવી છે. હિરાસર એરપોર્ટ પોલીસ મથક દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અમને એરપોર્ટમાં ધંધો કરવાની ના પાડે છે. તેમજ ફરિયાદી જયદીપભાઈએ કોન્ટ્રાક્ટર તેમજ બે લેડી ડોન સામે હપ્તાખોરીનો આરોપ પણ લગાવ્યો હતો.

Advertisement

જયદીપભાઈ (ફરિયાદી)

આ પણ વાંચોઃ Gandhinagar : દેશના ઇતિહાસમાં પ્રથમવાર : ગુજરાતે દાખલો બેસાડ્યો વ્યાજખોરોની મિલ્કત જપ્ત

Advertisement

પૈસા આપવાનું બંધ કરતા અમને હેરાનગતિ કરવામાં આવેઃ હસમુખગીરી(ટેક્ષી એસો. )

રાજકોટ ટેક્ષી એસોસિયેશનના હસમુખગીરીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, એ લોકોએ અમને કહ્યું હતું કે, અમે એસોસિયેશનના કાગળીયા તમને કરી દઈશું. અમને અમારો સ્વાર્થ હતો કે ધંધામાં નાના-મોટા તમામ લોકોને ધંધો મળી રહે. ત્યારે હાલ અહીંયા પરિસ્થિતિ એવી છે કે, હાલ અમારે અહીંયા હાલ ફ્લાઈટો ઓછી આવે છે. ધંધો કોઈને થતો નથી. આ લેડી ડોન જે બે બેનો છે એ અવાર નવાર આવીને ધાક ધમકી આપે છે. અમે બંને બેનોને પૈસા આપવાનું બંધ કરતા લેડી ડોન દ્વારા અમને હેરાનગતિ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Ahmedabad : દાણીલીમડામાં ફેક્ટરીનાં ટેન્કમાં એક યુવક પડતા તેને બચાવવા પડેલ બે યુવકો સહિત ત્રણના મોત

હમુખગીરી (ટેક્ષી એસો)

Tags :
Advertisement

.

×