Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : હોસ્પિટલ બહાર ફાયરિંગ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

મળતી માહિતી અનુસાર, ફાયરિંગ પાછળનું કારણ મહિલા હોવાનું મનાઈ રહ્યું છે. માલવિયાનગર વિસ્તારમાં (Malviyanagar) રહેતી 24 વર્ષીય મહિલાને મૂર્ઘા ગેંગનાં સભ્ય (Murga Gang) સાથે પ્રેમસંબંધ હતો. 15 જાન્યુઆરીનાં દિવસે યુવતીનાં ઘરે પેંડા ગેંગનાં કેટલાક સભ્યો પહોંચ્યા હતા. આથી, બન્ને ગેંગ વચ્ચે માથાકૂટ થઈ હતી. ત્યારે, પેંડા ગેંગનાં સભ્યો વિરુદ્ધ છેડતી, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો
rajkot   હોસ્પિટલ બહાર ફાયરિંગ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ
Advertisement
  • ફાયરિંગમાં મદદગાર બનેલા વધુ બે આરોપીઓની ધરપકડ
  • બાબરાના સમઢિયાળા ગામે આરોપીઓને અપાયો હતો આશરો
  • આરોપીઓની ધરપકડ બાદ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી
  • ત્રણ અલગ અલગ હથિયારનો ઉપયોગ થયાનું તપાસમાં આવ્યું સામે

Rajkot : રાજકોટમાં હોસ્પિટલ બહાર થયેલા ચકચારી ફાયરિંગ કેસમાં (Rajkot Firing Case) પોલીસને મોટી સફળતા મળી છે. ફાયરિંગમાં મદદગારી કરનાર વધુ બે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (Rajkot SOG) દ્વારા કમલેશ અને ભરત ડાભીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓની ધરપકડ (Two Accused Arrested) બાદ તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ ગુનાના કામે ત્રણ અલગ અલગ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે. આ મામલે હવે આગળ શું માહિતી સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.

શુ હતો સમગ્ર મામલો

રાજકોટમાં (Rajkot) મંગળા મેઈન રોડ (Mangla Main Road) પર 29 ઓક્ટોબરની મધરાત્રે કુખ્યાત પેંડા ગેંગ અને મૂર્ઘા ગેંગનાં લોકોએ એકબીજા પર ફાયરિંગ કર્યુ હતું, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. માહિતી અનુસાર, આ ઘટના અંગે બન્નેમાંથી એક પણ ગેંગ તરફથી પોલીસ ફરિયાદ ન્હોતી નોંધાવવામાં આવી. પરંતું, પોલીસે જાતે ફરિયાદી બની બન્ને ગેંગનાં 11 શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસને (Rajkot Police) 6 ખાલી કારતૂસ અને એક બુલેટ મળી આવી હતી. પોલીસે અલગ-અલગ ટીમ બનાવી સીસીટીવીનાં આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન, માલિયાસણનાં રિંગરોડ પાસેથી બન્ને ગેંગનાં 7 સભ્યને ઝડપી લેવામાં આવ્યા હતા.

Advertisement

આ મુદ્દામાલ કબ્જે કરાયો હતો

આ ઝડપાયેલા આરોપીઓમાં હર્ષદીપ ઉર્ફે મેટિયો ઝાલા, જૈવિક ઉર્ફે મોન્ટુ રોજાસરા, જિગ્નેશ ઉર્ફે ભયલું ગઢવી, હિંમત ઉર્ફે કાળુ લાંગા ગઢવી, લકીરાજસિંહ ઝાલા, મનીષદાન ગઢવી અને પરિમલ ઉર્ફે પરિયો સોલંકીનો સમાવેશ થાય છે. પોલીસ તપાસ અનુસાર, ગેંગવોર દરમિયાન મૂર્ઘા ગેંગમાંથી સમીર ઉર્ફે સંજલો જુણેજા, મોટિયો ઝાલા અને ભયલો ગઢવીએ ફાયરિંગ કર્યું હતું. પેંડા ગેંગને (Penda Gang) માહિતી મળતાં તેઓ પણ ધસી આવ્યા અને પલટવારમાં ગોળીબાર કર્યો હતો. માહિતી અનુસાર, પોલીસે ગુનાનાં કામે વાપરવામાં આવેલી કાર, 2 દેશી પિસ્તોલ, 3 કારતૂસ સહિત કુલ 3.75 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં બાકીનાં આરોપીઓની શોધખોળ તેજ કરી દેવામાં આવી હતી.

Advertisement

કેમ થઈ ગેંગવોર ?

પ્રાથમિક માહિતી અનુસાર, ફાયરિંગ પાછળનું કારણ મહિલા હોવાનું મનાઈ રહ્યું છે. માલવિયાનગર વિસ્તારમાં (Malviyanagar) રહેતી 24 વર્ષીય મહિલાને મૂર્ઘા ગેંગનાં સભ્ય (Murga Gang) સાથે પ્રેમસંબંધ હતો. 15 જાન્યુઆરીનાં દિવસે યુવતીનાં ઘરે પેંડા ગેંગનાં કેટલાક સભ્યો પહોંચ્યા હતા. આથી, બન્ને ગેંગ વચ્ચે માથાકૂટ થઈ હતી. ત્યારે, પેંડા ગેંગનાં સભ્યો વિરુદ્ધ છેડતી, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. 15 ફેબ્રુઆરીનાં રોજ મૂર્ઘા ગેંગનાં સભ્યો દ્વારા પેંડા ગેંગનાં સભ્ય પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ (Arms Act) સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેના 4 મહિના બાદ 16 ઓગસ્ટનાં રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન (Bhaktinagar Police Station) વિસ્તારમાં મૂર્ઘા ગેંગનાં સભ્ય પર પેંડા ગેંગનાં સભ્યો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ હતું. આમ, છેલ્લા 10 મહિનાથી બન્ને ગેંગ વચ્ચે અદાવત ચાલી આવે છે, જેના કારણે 29 ઓક્ટોબરની રાતનાં સાડા 3 વાગ્યે પેંડા અને મૂર્ઘા ગેંગનાં લોકો સામ-સામે આવી ગયા હતા. એકબીજા પર 8-9 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. જેમાં ત્યાં પાર્ક કરેલા વાહનોને મોટાપાયે નુકસાન થયું હતું.

આ પણ વાંચો ------  Unseasonal Rain : હવે ખમૈયા કરો મેઘરાજા! રાજ્યમાં અણધાર્યા વરસાદથી જનજીવન પર અસર

Tags :
Advertisement

.

×