Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : યુવતીનાં ગળે દાતરડું ફેરવી ક્રૂર હત્યા કરી, પછી હત્યારા યુવકે કર્યું એવું કે...

પોલીસ તપાસમાં મૃતક યુવતી અને યુવક મામા-ફોઈનાં સગા હોવાનું જાણવા મળ્યું છે.
rajkot   યુવતીનાં ગળે દાતરડું ફેરવી ક્રૂર હત્યા કરી  પછી હત્યારા યુવકે કર્યું એવું કે
Advertisement
  1. Rajkot નાં ધોરાજીમાં યુવતીની હત્યા બાદ યુવકે કરી આત્મહત્યા
  2. ખેત મજૂરી કરતી યુવતીનાં ગળાનાં ભાગે દાતરડું મારી હત્યા કરી
  3. તોરણીયામાં યુવતીની હત્યા કરનાર યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

રાજકોટ જિલ્લાનાં (Rajkot) ધોરાજીમાંથી સુરતનાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બની છે. જો કે, આ હત્યાકાંડમાં યુવકે યુવતીની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી છે. યુવકે યુવતીનાં ગળા પર દાતરડું ફેરવી હત્યા કર્યા બાદ પોતે પણ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. આ મામલે ધોરાજી તાલુકા પોલીસે (Dhoraji Taluka Police) મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાનું કારણ પ્રેમસંબંધ હોવાની ચર્ચા છે.

આ પણ વાંચો - Mahisagar : Jignesh Mevani સામે દલિત સમાજે જ માંડ્યો મોરચો! જાણો કેમ થઈ રહ્યો છે ઊગ્ર વિરોધ ?

Advertisement

ખેત મજૂરી કરતી યુવતીની હત્યા કરી યુવકે ઝેરી દવા પીધી

રાજકોટ (Rajkot) જિલ્લાનાં ધોરાજીમાં એક હચમચાવતી ઘટના બની છે. પોલીસ તપાસ અનુસાર, તોરણિયા ગામે 21 વર્ષીય હરમિત ડાભી ખેત મજૂરીનું કામ કરતી હતી ત્યારે ત્યાં 22 વર્ષીય જિગ્નેશ ઉર્ફે બાલો દેગા નામનો યુવક આવ્યો હતો અને યુવતીનાં ગળાનાં ભાગે દાતરડું ફેરવી તેણીની હત્યા કરી હતી. હરમિતની હત્યા કર્યા બાદ 3 થી 4 ખેતર દૂર જઈ યુવકે પણ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Patan : બોગસ હોસ્પિટલ, નકલી તબીબ અને બાળ તસ્કરીનાં કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા!

મૃતક મામા-ફોઈનાં સગા, હત્યાકાંડ પાછળ પ્રેમસંબંધ હોવાની ચર્ચા

આ ઘટનાની જાણ થતાં ધોરાજી તાલુકા પોલીસ (Dhoraji Taluka Police) સ્થળે પહોંચી હતી. પોલીસે યુવક અને યુવતીનાં મૃતદેહોને પીએમ અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ (Dhoraji Civil Hospital) ખસેડ્યા હતા અને હત્યા-આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક યુવતી અને મૃતક યુવક મામા-ફોઈનાં સગા હતા. જ્યારે હત્યા પાછળનું કારણ પ્રેમસંબંધ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો - BZ GROUP Scam : CID ક્રાઇમે કહ્યું- માત્ર 2 બેંક ખાતામાં જ રૂ.175 કરોડની રકમ..!

Tags :
Advertisement

.

×