જેતપુરમાં ‘દીપડા’નો આતંક, ત્રણ વાછરડીનું મારણ કરતા પંથકમાં ફફડાટ
જેતપુરના જૂના રૂપાવટી રોડ પર ખારાપાટ તરીકે ઓળખાતા વિસ્તારમાં રમેશભાઈ વલ્લભભાઈ ખાચરિયાની વાડી આવેલી છે. રમેશભાઈએ જણાવ્યું કે, તેઓ રાત્રે 9 વાગ્યા સુધી વાડીએ હતા, તે દરમિયાન પશુઓ સુરક્ષિત હતા. પરંતુ રાત્રે 12 વાગ્યા બાદ કોઈ સમયે દીપડાએ વાડીમાં પ્રવેશ કર્યો અને શિકારને અંજામ આપ્યો હતો. આજે વહેલી સવારે 6 વાગ્યે જ્યારે તેઓ વાડીએ પહોંચ્યા ત્યારે સ્થળ પરના દ્રશ્યો જોઈને ચોંકી ઉઠ્યા હતા.
Advertisement
- જૂના રૂપાવટી રોડ પર ખારાપાટ વિસ્તારમાં બનાવ
- વન વિભાગે પંચનામું કરી દીપડાના સગડ મેળવ્યા
- દીપડો અને દીપડી બેલડીમાં ફરે છે, રાતવાસો કરતા ખેડૂતો અને શ્રમિકોમાં ભયનું લખલખું
- રાત્રિના સમયે ખેતરમાં પાણી વાળવું મુશ્કેલ બન્યું: તાત્કાલિક પાંજરું મુકવા પ્રબળ માંગ
Rajkot : જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના આંટાફેરા હવે સામાન્ય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગત મોડી રાત્રે શહેરને અડીને આવેલા જૂના રૂપાવટી રોડ પરના ખારાપાટ વિસ્તારમાં દીપડાએ તરખાટ મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. શિકારની શોધમાં આવેલ દીપડાએ એક વાડીમાં બાંધેલી ત્રણ વાછરડીઓનું મારણ કરતા પશુપાલકો અને ખેડૂતોમાં ભારે રોષ સાથે ભય ફેલાયો છે.

