Rajkot: કૃષ્ણસિંહ જાડેજાની હત્યાનો મામલો, કેસમાં સ્પેશિયલ P.P તરીકે અનિલભાઈ દેસાઈની નિમણૂંક
રાજકોટના નાના મવા ગામે થયેલી ગીરાસદાર કૃષ્ણસિંહ જાડેજાની હત્યાના કેસમાં ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. આરોપી હિસ્ટ્રીશીટર રણજીત વાળા અને તેના પુત્રો વિરુદ્ધ ચાલી રહેલા આ સંવેદનશીલ કેસ માટે સરકારે એડવોકેટ અનિલભાઈ દેસાઈની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (P.P) તરીકે નિમણૂંક કરી છે. 9 જુલાઈએ થયેલી આ હત્યાના પગલે સૌરાષ્ટ્રમાં ભારે રોષ હતો
Advertisement
Rajkot Murder Case Special PP: રાજકોટના નાના મવા વિસ્તારમાં ગત 9 જુલાઈના રોજ ગીરાસદાર યુવાન કૃષ્ણસિંહ જાડેજાની કરવામાં આવેલી ઘાતકી હત્યાના કેસમાં હવે કાયદાકીય ગતિવિધિઓ તેજ બની છે. આ અત્યંત સંવેદનશીલ અને ચકચારી હત્યાકાંડમાં આરોપીઓને કડક સજા અપાવવા માટે રાજ્યના ગૃહ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા, જાણીતા વકીલ અનિલભાઈ દેસાઈની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (Special Public Prosecutor - P.P) તરીકે નિમણૂંક કરી છે. આ અંગેનો સત્તાવાર આદેશ જાહેર થતા જ કાયદાકીય વર્તુળોમાં આ નિમણૂંકની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

