Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GONDAL : રાજકુમાર જાટના બહેનનું આક્રંદ, કહ્યુું, 'રક્ષાબંધન ના આવે તો સારૂ'

GONDAL : ભાઇએ રાખડીઓ સાચવી રાખી હતી. મને રક્ષાબંધન પર ભેંટ આપવા માટે તે નાનો હત્યો ત્યારથી 10 - 10 રૂપિયા ભેગા કરતો - મૃતકના બહેન
gondal   રાજકુમાર જાટના બહેનનું આક્રંદ  કહ્યુું   રક્ષાબંધન ના આવે તો સારૂ
Advertisement
  • મૃતકની બહેનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ
  • આંસુ સારતા સારતા ભાઇ માટે ભાવનાત્મક વાત કહી
  • કહ્યું, મને એ વાતનો ડર છે કે રક્ષાબંધન આવશે તો શું કરીશ?

GONDAL: રાજકોટના ગોંડલ (RAJKOT - GONDAL) માં રાજકુમાર જાટ નામના યુવકના રહસ્યમય સંજોગોમાં મોતને (RAJKUMAR JAT CASE) પહલે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. આ ઘટનામાં મૃતકની બહેનનો આક્રંદ સોશિયલ મીડિયા થકી સામે આવ્યો છે. જેમાં તે આંસુ સારતા જણાવે છે કે, મને એ વાતનો ડર છે કે રક્ષાબંધન આવશે તો શું કરીશ, હવે રક્ષાબંધન ના આવે તો સારૂ. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે. અને ઇન્ટરનેટ યુઝર્સ મૃતકની બહેન તરફે કોમેન્ટ બોક્સમાં સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

તે નાનો હત્યો ત્યારથી 10 - 10 રૂપિયા ભેગા કરતો

ગોંડલમાં રાજકુમાન જાટ નામના યુવકના મોતનો મામલો ગરમાયો છે. બે દિવસ પૂર્વે મૃતકના પિતા અને બહેન રાજ્યના ડીજીપીને મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે. તે બાદ મૃતકની બહેનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે આંસુ સારતા જણાવે છે કે, મારા ભાઇએ અત્યાર સુધીની રાખડીઓ સાચવી રાખી હતી. મને રક્ષાબંધન પર ભેંટ આપવા માટે તે નાનો હત્યો ત્યારથી 10 - 10 રૂપિયા ભેગા કરતો હતો. આમ અમે અલગ અલગ રહેતા હતા. પરંતુ જ્યારે રક્ષાબંધન આવે ત્યારે અમે ભેગા થઇ જતા હતા.

Advertisement

મોતને લઇને પરિજનો અને લોકોના મનમાં અનેક સવાલો

વીડિયોમાં વધુમાં તેઓ જણાવે છે કે, "મને એ વાતનો ડર છે કે રક્ષાબંધન આવશે તો શું કરીશ?", હવે રક્ષાબંધનનો તહેવાર ન આવે તો સારૂ. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. આ જોતા હજી પણ રાજકુમાર જાટના મોતને લઇને પરિજનો અને લોકોના મનમાં અનેક સવાલો છે, જેના ઉત્તપ શોધવાના માટેના તેઓ પ્રયત્ન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. મૃતક રાજકુમાર જાટની બહેનનો લાગણી છલકાતો વીડિયો જોઇને લોકો તેમના પ્રત્યેના સમર્થનથી કોમેન્ટ બોક્સ છલકાવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો --- સુરતમાં 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે ગળે ફાંસોખાઈ આપઘાત કર્યો

Tags :
Advertisement

.

×