Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : વિરપુર હાઈવે પર પોલીસની મોટી કાર્યવાહી, દારૂ કટીંગ કરતા બુટલેગરો પર ત્રાટકી, ₹45.43 લાખનો મુદ્દામાલ જપ્ત

Rajkot : ગ્રામ્ય જિલ્લાના વિરપુર હાઈવે પર પોલીસે દારૂની કટીંગ કરતા બુટલેગરો પર મોટી કાર્યવાહી કરી છે. અંધારાનો લાભ લઈને દારૂની કટીંગ કરી રહેલા આરોપીઓ પર ત્રાટકતા પોલીસે આઈસર ટ્રક, બોલેરો, અશોક લેલન અને સ્વિફ્ટ કાર સહિતનો કાફલો કબ્જે કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹45,43,050નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
rajkot   વિરપુર હાઈવે પર પોલીસની મોટી કાર્યવાહી  દારૂ કટીંગ કરતા બુટલેગરો પર ત્રાટકી  ₹45 43 લાખનો મુદ્દામાલ જપ્ત
Advertisement
  • Rajkot : અંધારાનો લાભ લઈ નાસી ગયા મોટાભાગના આરોપીઓ : વિરપુર પોલીસે દારૂની કટીંગ સ્પોટ પરથી ₹45 લાખની દારૂ-વાહનો કબ્જે કર્યા
  • વિરપુરમાં દારૂ માફિયા પર પોલીસનો પ્રહાર : આઈસર, બોલેરો, અશોક લેલન અને સ્વિફ્ટ સહિત ₹45.43 લાખનો મુદ્દામાલ જપ્ત
  • ઈન્દ્રપ્રસ્થ ગેટ પાસે દારૂ કટીંગની રેડ : એક આરોપી ઝડપાયો, બાકી ફરાર, ₹45 લાખથી વધુની દારૂ-વાહનો પોલીસ કબ્જે
  • રાજકોટ ગ્રામ્ય પોલીસની સફળતા : વિરપુરમાં દારૂની કટીંગ કરતા બુટલેગરોની રેડમાં ₹45.43 લાખનો જથ્થો જપ્ત

Rajkot : ગ્રામ્ય જિલ્લાના વિરપુર હાઈવે પર પોલીસે દારૂની કટીંગ કરતા બુટલેગરો પર મોટી કાર્યવાહી કરી છે. અંધારાનો લાભ લઈને દારૂની કટીંગ કરી રહેલા આરોપીઓ પર ત્રાટકતા પોલીસે આઈસર ટ્રક, બોલેરો, અશોક લેલન અને સ્વિફ્ટ કાર સહિતનો કાફલો કબ્જે કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹45,43,050નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Rajkot : બાતમીના આધારે કરાઇ રેડ

પ્રાપ્ત વિગતો અનુસાર, વિરપુર પોલીસ મથકના પી.આઈ. એસ.જી. રાઠોડ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ચોક્કસ બાતમી મળી કે ઈન્દ્રપ્રસ્થ ગેટની અંદરના ખુલ્લા મેદાનમાં કેટલાક ઈસમો આઈસર ટ્રકમાંથી દારૂનો જથ્થો કાઢી બોલેરો, અશોક પીકઅપ અને સ્વિફ્ટ કારમાં ભરી રહ્યા છે (કટીંગ કરી રહ્યા છે). પોલીસે તુરંત જ રેડ કરતા આરોપીઓમાં નાસભાગ મચી ગઈ. અંધારાનો લાભ લઈ મોટાભાગના ઈસમો ભાગી ગયા, પરંતુ રિયાજ ઉર્ફે પિન્ટુ આમદભાઈ હેરંજા (રહે. રાજકોટ, નીલકંઠ પાર્ક) પોલીસના હાથે ઝડપાઈ ગયો.

Advertisement

Advertisement

45 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

સ્થળ પરથી પોલીસે ગ્રીન લેબલ અને 8 પીએમ વ્હીસ્કીની પેટીઓ ઉપરાંત અંદાજે 10 લાખની કિંમતનું આઈસર ટ્રક, 5-5 લાખની કિંમતના બોલેરો, અશોક લેલન અને સ્વિફ્ટ કાર તેમજ ₹60 હજારના મોબાઈલ મળી કુલ ₹45,43,050નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે રિયાજ ઉર્ફે પિન્ટુ સહિત આઈસર ટ્રક ચાલક, અજય કોળી (બોલેરો ચાલક), અલ્તાફ ઠેબા (અશોક લેલન ચાલક, રહે. જૂનાગઢ), તોસીફ ઉર્ફે બાઘો અસીમભાઈ ઉમરેટીયા (દારૂ મંગાવનાર, રહે. રાજકોટ), રાણાભાઈ રબારી (રહે. જૂનાગઢ) અને મજૂરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી

પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલ આરોપી રિયાજ ઉર્ફે પિન્ટુ અગાઉ જામનગરના કાલાવડ અને રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકા પોલીસ મથકમાં પણ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. ફરાર આરોપીઓમાં આઈસર ટ્રક ચાલક, અજય કોળી, અલ્તાફ ઠેબા, તોસીફ ઉર્ફે બાઘો, રાણાભાઈ રબારી અને અન્ય મજૂરોનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામને વોન્ટેડ જાહેર કરી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો-બોટાદ-રાણપુર હાઈવે પર ભયાનક અકસ્માત : ટ્રક-ઈકો કારની સામસામે ટક્કરમાં 3ના મોત, 4 ગંભીર ઘાયલ

અહેવાલ- હરેશ ભાલીયા, રાજકોટ

Tags :
Advertisement

.

×