RAJKOT : મોડેલ સગીરા પર બેભાન કરી દુષ્કર્મ, રીબડાના યુવક સામે આરોપ
- સગીરા જોડે ખોટું કામ કરતા મામલો પોલીસ મથક પહોંચ્યો
- યુવકે સગીરાને જ્યુશમાં દવા ભેળવી પીવડાવ્યાનો આરોપ
- સગીરાની આંખ ખુલી ત્યારે તે અવાવરૂ જગ્યાએ હતી
RAJKOT : રંગીલા રાજકોટ (RAJKOT) માં સગીરાને બેભાન કરીને તેના પર દુષ્કર્મ (MINOR GIRL RAPE) આચરવામાં આવ્યું હોવાનો ચકચારી કિસ્સો સપાટી પર આવ્યો છે. મૂળ સાવરકુંડલાની સગીરા યુવતિ મોડેલિંગ સાથે જોડાયેલી હતી. યુવતિને જ્યુસમાં બેભઆન કરવાની દવા નાંખીને પીવડાવવામાં આવી હોવાનું તે જણાવી રહી છે. જે બાદ તેની આંખો ઉઘડી ત્યારે તે અવાવરૂ જગ્યાએ હતી. બાદમાં પીડિતાએ પરિજનને આ અંગે જાણ કરવામાં આવી હતી. સગીરાને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. આ મામલે રીબડાના અમિત ખૂંટ વિરૂદ્ધ દુષ્કર્મનો આરોપ મુકવામાં આવ્યો છે. સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો છે, અને આરોપી વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
તેણે પોતાની મોટી બહેનને આ અંગે જાણ કરી
સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, મૂળ સાવરકુંડલાની યુવતિ રાજકોટમાં મોડેલિંગ કરતી હતી. સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. તાજેતરમાં સગીરાને શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા જ્યુશ સેન્ટલમાં જ્યુશમાં બેભાન કરવાની દવા પીવડાવી દેવામાં આવી હોવાનું તે જણાવી રહી છે. ત્યાર બાદ અવાવરૂ જગ્યાએ તેની આંખ ખુલી હતી. જે બાદ તેણે પોતાની મોટી બહેનને આ અંગે જાણ કરી હતી. તે પછી સગીરાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બીજી તરફ આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કરવામાં આવ્યા
પીડિતાના આરોપ અનુસાર, રીબડાના અમિત ખૂંટ દ્વારા આ દુષ્કૃત્યને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવવાની સાથે આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે શહેરમાં ચકચાર મચી જવા પામી છે. હવે પોલીસ કેટલા સમયમાં આરોપી સુધી પહોંચે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : IPL પ્લેયર શિવાલિક શર્મા સામે દુષ્કર્મની ફરિયાદથી ખળભળાટ