ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : રાજપૂત સમાજનાં મોભી પ્રવિણસિંહજી જાડેજાનું નિધન, આજે અહીં કરાશે અંતિમ સંસ્કાર

સૌરાષ્ટ્રનાં રાજપૂત (Rajkot) સમાજનાં મોભી પ્રવિણસિંહજી જાડેજા (સળિયા) નું નિધન.. રાજકોટ સહીત સૌરાષ્ટ્રનો ક્ષત્રિય સમાજ શોકમાં ગરકાવ રાજપૂત સમાજમાં શિક્ષણ માટે ખૂબ જ આગવી કામગીરી કરી હતી. રાજકોટથી (Rajkot) ખૂબ જ દુ:ખદ સમાચાર આવ્યા છે. રાજપૂત સમાજનાં મોભી એવા...
10:44 AM Sep 10, 2024 IST | Vipul Sen
સૌરાષ્ટ્રનાં રાજપૂત (Rajkot) સમાજનાં મોભી પ્રવિણસિંહજી જાડેજા (સળિયા) નું નિધન.. રાજકોટ સહીત સૌરાષ્ટ્રનો ક્ષત્રિય સમાજ શોકમાં ગરકાવ રાજપૂત સમાજમાં શિક્ષણ માટે ખૂબ જ આગવી કામગીરી કરી હતી. રાજકોટથી (Rajkot) ખૂબ જ દુ:ખદ સમાચાર આવ્યા છે. રાજપૂત સમાજનાં મોભી એવા...
  1. સૌરાષ્ટ્રનાં રાજપૂત (Rajkot) સમાજનાં મોભી પ્રવિણસિંહજી જાડેજા (સળિયા) નું નિધન..
  2. રાજકોટ સહીત સૌરાષ્ટ્રનો ક્ષત્રિય સમાજ શોકમાં ગરકાવ
  3. રાજપૂત સમાજમાં શિક્ષણ માટે ખૂબ જ આગવી કામગીરી કરી હતી.

રાજકોટથી (Rajkot) ખૂબ જ દુ:ખદ સમાચાર આવ્યા છે. રાજપૂત સમાજનાં મોભી એવા પ્રવિણસિંહજી જાડેજા (સળિયા) નું (Pravinsinghji Jadeja) નિધન થયું છે. તેમના અવસાનથી રાજકોટ સહીત સૌરાષ્ટ્રનો ક્ષત્રિય સમાજ (Kshatriya Community) શોકમાં ગરકાવ કરી ગયો છે. પ્રવિણસિંહજી જાડેજા (સળિયા) એ સૌરાષ્ટ્રનાં રાજપૂત સમાજમાં શિક્ષણ માટે ખૂબ જ આગવી કામગીરી કરી હતી.

આ પણ વાંચો - Ahmedabad Police ની વધુ એક કાબિલેદાદ કામગીરી, આતંક મચાવનાર કુખ્યાત ધમા બારડને જાહેરમાં..!

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સમગ્ર ક્ષત્રિય સમાજ શોકમાં

સૌરાષ્ટ્રનાં રાજપૂત સમાજનાં મોબી પ્રવિણસિંહજી જાડેજાનું આજે નિધન થયું છે. તેમના અવસાનથી રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્રનો સમગ્ર ક્ષત્રિય સમાજ શોકમાં છે. માહિતી મુજબ, હરભમજી ગરાસિયા બોર્ડિંગ ખાતે આજે તેમનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. આજે તેમના મૂળ વતન કોટડા સાંગાણીનાં તાલુકાનાં સોળિયા ગામે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચો - Vadodara : સોખડા સ્વામીના આપઘાત કેસમાં બે વર્ષ બાદ ફરિયાદ, કોર્ટે આપી આ મંજૂરી

રાજપૂત સમાજમાં શિક્ષણ માટે આગવી કામગીરી કરી હતી

જણાવી દઈએ કે, પ્રવિણસિંહજી જાડેજા (સળિયા) એ સૌરાષ્ટ્રનાં રાજપૂત સમાજમાં શિક્ષણ માટે ખૂબ જ આગવી કામગીરી કરી હતી. તેમણે પથ અને પ્રકાશ નામનાં સામાયિકથી રાજપૂત સમાજને (Rajput community) ધબકતો કર્યો હતો. જમીન વિકાસ બેંકનાં માધ્યમ થકી વર્ષો સુધી સૌરાષ્ટ્રનાં ખેડૂતો માટે પણ અનેક કાર્યો કર્યા હતા. તેમના નિધનથી રાજપૂત સમાજ સહિત સમગ્ર ગુજરાતને તેમની ખોટ હંમેશ માટે વર્તાશે.

આ પણ વાંચો - Gondal : માર્કેટિંગ ચાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતા આજે દેશભરમાં વિરોધના પડઘા

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHarbhamji Garasia BoardingKshatriya communityLatest Gujarati NewsPravinsinghji Jadeja (Saladi)RAJKOTRajput communitySaurashtra
Next Article