ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : જાહેરમાં મહિલા ટ્રાફિક ASI સાથે માતા-પુત્રીની બબાલ, Video વાઇરલ

કુવાડવા રોડ પર જાહેરમાં મહિલા પોલીસ સાથે માતા-પુત્રીએ બોલાચાલી કરી હાથાપાઈ કરી હતી.
04:03 PM Nov 15, 2024 IST | Vipul Sen
કુવાડવા રોડ પર જાહેરમાં મહિલા પોલીસ સાથે માતા-પુત્રીએ બોલાચાલી કરી હાથાપાઈ કરી હતી.
  1. Rajkot માં મહિલા ટ્રાફિક ASI સાથે માતા-પુત્રીની બબાલ
  2. મહિલા પોલીસ સાથે બબાલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ
  3. મહિલા પોલીસ કર્મચારીએ ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવી

રાજકોટમાંથી (Rajkot) એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. મહિલા ટ્રાફિક ASI સાથે માતા-પુત્રીની બબાલનો વીડિયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ટોઈંગ વાહન છોડવા માટે થયેલી બોલાચાલી હાથાપાઈ સુધી પહોંચી હતી. કુવાડવા રોડ પર જાહેરમાં મહિલા પોલીસ સાથે માતા-પુત્રીએ બોલાચાલી કરી હોવાથી બંને વિરુદ્ધ ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવાઈ છે.

આ પણ વાંચો - Aravalli : દેવ દિવાળીએ પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, એક બાળકી સહિત 4 સભ્યનાં મોત

જાહેરમાં મહિલા ટ્રાફિક ASI સાથે માતા-પુત્રીની બબાલ

પ્રાપ્ત અહેવાલ અનુસાર રાજકોટમાં (Rajkot) કુવાડવા રોડ પર જાહેરમાં મહિલા ટ્રાફિક ASI સાથે માતા-પુત્રીએ રકઝક કરી હતી. વાહન ટોઈંગ કરવા મામલે માતા-પુત્રીએ મહિલા પોલીસકર્મી સાથે બબાલ કરી હતી. બોલાચાલીથી શરૂ થયેલો આ વિવાદ હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

આ પણ વાંચો - Porbandar : મધદરિયે મેગા ઓપરેશન! 500 કિલો ડ્રગ્સ, 6 ઇરાની શખ્સની ધરપકડ

મહિલા પોલીસકર્મીનાં માતા-પુત્રી સામે આક્ષેપ

આરોપ અનુસાર, મહિલા પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે નિયમ મુજબ બાઈક છોડવામાં આવશે. ત્યાર બાદ માતા-પુત્રીએ બોલાચાલી કરીને જાહેરમાં હાથાપાઈ કરી હતી. આ મામલે મહિલા પોલીસ દ્વારા માતા અને તેની પુત્રી વિરુદ્ધ ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવવામાં આવતા સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ ઘટનાનો વીડિયો (Viral Video) હાલ સોશિયલ મીડિયા પર ઘણો ચર્ચામાં છે.

આ પણ વાંચો - Khyati Hospital : કોઇપણ વ્યક્તિ છટકી ન શકે તેવી કલમો ઉમેરવામાં આવી છે : હર્ષ સંઘવી

Tags :
Breaking News In GujaratiFight in PublicGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKuwadwa roadLatest News In GujaratiNews In GujaratiRAJKOTSocial Mediaviral videoWomen Traffic ASI
Next Article