Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: સાંસદ રામ મોકરિયા અધિકારીની તોડબાજી સામે મેદાને આવ્યા

રાજકોટના સાંસદ દ્વારા અધિકારીની તોડબાજી સામે મેદાને આવ્યા છે. સાંસદ દ્વારા પ્રેસ નોટમાં મહત્વના ખુલાસા કરવામાં આવ્યા છે.
rajkot  સાંસદ રામ મોકરિયા અધિકારીની તોડબાજી સામે મેદાને આવ્યા
Advertisement
  • રાજકોટ સાંસદ રામ મોકરિયાએ ફોડ્યો તોડકાંડનો બોમ્બ
  • અધિકારીની તોડબાજી સામે મેદાને આવ્યા રામ મોકરિયા
  • સાંસદ રામ મોકરિયાએ પ્રેસ નોટ કરીને કર્યા મોટા ખુલાસા
  • યુનિવર્સિટી રોડ પર અધિકારીએ કર્યો હતો 25 હજારનો તોડ

રાજકોટમાં અધિકારીની તોડબાજી બાબતે ફરી સાંસદ મેદાને આવ્યા છે. સાસંદ રામભાઈ મોકરિયાએ પ્રેસનોટમાં મહત્વના ખુલાસઓ કર્યા છે. સાંસદ રામભાઈ મોકરિયાએ જાહેર કરેલ પ્રેસનોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલ એક સરકારી ઓફીસના અધિકારી દ્વારા રૂ. 25000 નો તોડ કર્યો હોવાનો ખુલાસો કર્યો છે. વેપારી દ્વારા આ સમગ્ર બાબતે સાંસદને રજૂઆત કરતા સાંસદ દ્વારા નાણાં પરત અપાવ્યા હતા. અધિકારીના નામ વગરની પ્રેસ નોટથી ખળભળાટ મચી જવા પામ્યો હતો.

Advertisement

રામ મોકરિયાએ અધિકારી પાસેથી રૂપિયા અપાવ્યા પરત

આ બાબતે સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, આખી વિગત એવી છે કે જે વેપારીએ મને કાલે ફોન કર્યો હતો. મારા કારખાનામાં કોઈ અધિકારી આવ્યા છે. અને તપાસ માટે આવ્યા છે. મને હેરાન કરે એવું છે. એના જ ફોનમાં અધિકારીને ફોન કરીને કીધુ કે આનો જે કાયદેસરનો દંડ થતો હોય તે દંડ લઈ બીજી કોઈ હેરાનગતિ ન કરતા. જે બાદ પેલા ભાઈએ કીધું કે હું તમને ઓળખું છું. દસ મિનિટ બાદ ફરી ઉદ્યોગપતિનો ફોન આવ્યો હતો કે મારી પાસેથી 25 હજાર રૂપિયા લીધા છે કરપ્શનનાં અને મને 12 હજારની પહોંચ આપી છે. જે બાદ મે અધિકારીને ફોન કર્યો કે ભાઈ તમે તેમના પૈસા પાછા આપી દો. મે કાયદેસર દંડ લેવાનું કહ્યું હતું. તો પૈસા શેના માટે હોય જે બાદ અધિકારી દ્વારા પૈસા પરત આપવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચોઃ Bhavnagar : તલના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં, સરકાર ટેકાના ભાવે ખરીદી કરે તેવી ખેડૂતોની માંગ

રજુઆત બાદ સાંસદ મોકરિયાએ રૂપિયા અપાવ્યા હતા પરત

રાજકોટના સાંસદ દ્વારા તોડકાંડ બાબતે અધિકારી પર આક્ષેપ કર્યા બાદ ગુજરાત ફર્સ્ટ દ્વારા તોલમાપ વિભાગના અધિકારીને ગુજરાત ફર્સ્ટ દ્વારા સવાલ પૂછવામાં આવતા અધિકારી જવાબ આપ્યા વગર ભાગ્યા હતા. સાંસદના તોડકાંડના બોમ્બ બાદ તોલમાપ વિભાગના અધિકારી સાંસદને મળવા આવ્યા હતા. પરંતું અધિકારીઓ મીડિયાને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ તોલમાપ વિભાગના આસિસ્ટન્ટ નિરીક્ષકે મોટો તોડ કર્યો હતો. તોલમાપ અધિકારી બંસીલાલ ચૌહાણે 25 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. જે બાબતે ભોગ બનનાર વેપારીએ સાંસદ રામ મોકરિયાને આ બાબતે રજૂઆત કરી હતી. રજૂઆત સાંભળ્યા બાદ સાંસદ દ્વારા વેપારીને રૂપિયા પરત અપાવ્યા હતા.

આ પણ વાંચોઃ Ahmedabad : ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ, સંતો મહંતો અને રાજકીય મહાનુભાવો પણ પધારશે

Tags :
Advertisement

.

×