Rajkot: આરોગ્ય વિભાગ દ્વારા પાણી વિક્રેતાઓની સામે કાર્યવાહી, આરોગ્ય સામે ચેડા કરતા એકમોને ફટકારી નોટીસ
- રાજકોટ આરોગ્ય વિભાગની પાણી વિક્રેતાઓને ત્યાં તપાસ
- શહેરના અલગ અલગ 49 જગ વિક્રેતાઓને ત્યાં લેવાયા સેમ્પલ
- 44 પાણીના સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધારે જોવા મળ્યું
- ત્રણ પાણી જગ વિક્રેતાઓને ત્યાં સેમ્પલ એક્સેલેન્ટ આવ્યા
- બે સ્થળે રિપોર્ટ સેટિસફેક્ટરી, પાંચ સ્થળે ઇન્ટરમિડીયેટ રીઝલ્ટ
ઉનાળો શરૂ થતાની સાથે જ આરોગ્ય વિભાગને પ્રજાનાં આરોગ્યની ચિંતાનો ડર સતાવતો હોય છે. રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Muncipal Corporation)ના આરોગ્ય વિભાગ (Helth Department) દ્વારા રાજકોટમાં પાણીના જગના વિક્રેતાઓને ત્યાં અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ (Helth Department) દ્વારા શહેરના અલગ અલગ 49 વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. શહેરીજનોનાં આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ જે લોકોના પાણીના જગ પીવાલાયક નથી તેવા વેપારીઓને તાત્કાલીક ધોરણે પાણીના જગનું વિતરણ બંધ કરવાની કડક સૂચના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હતી.
પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે કાર્યવાહી
રાજકોટ મહાનગરપાલિકા (Rajkot MUncipal Corporation)નાં આરોગ્ય વિભાગ (Helth Department) દ્વારા 49 સ્થળેથી સેમ્પલ લેવામા આવ્યા હતા. જે તમામ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં 3 સ્થળના સેમ્પલનો રિપોર્ટ એક્સેલેન્ટ આવ્યો હતો. જ્યારે બે સ્થળે રિપોર્ટ સેટીસફેક્ટરી આવ્યો હતો. જયારે પાંચ સ્થળે રિપોર્ટ ઈન્ટરમીડિયેટ આવ્યો હતો. જ્યારે 39 પાણીના જગ વિક્રેતાઓનું રિઝલ્ટ અસંતોષકારક આવ્યું હતું. આવા વિક્રેતાઓના પાણીમાં બેક્ટેરીયાનું પ્રમાણ વધુ મળ્યું હતું. પાણીજન્ય રોગચાળો ન વકરે તે પહેલા મહાનગર પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Chhotaudepur: જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કડક કાર્યવાહી, 18 શાળાઓને ફટકાર્યો દંડ
39 જેટલા એકમોને નોટીસ ફટકારવામાં આવી
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે, મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા રાજકોટ શહેરમાં વધતા જતા ઝાડા ઉલટી, ટાઈફોઈડ તેમજ મરડાના કેસનાં અનુસંધાને સતર્કતાનાં ભાગરૂપે રાજકોટ શહેરમાં ઘણા બધા એકમો છે. જે બરફનું ઉત્પાદન કરી રહ્યા છે. તે ઉપરાંત ઘણા બધા જે કેરબાના પાણીનું વિતરણ કરી રહ્યા છે. જે અનુસંધાને તમામને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 49 એકમો પાસેથી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ લઈને પીડી મેડીકલ કોલેજ ખાતે માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે મોકલવામાં આવ્યા હતા. જેમાં એમપીએમ કાઉન્ટ અને ક્વોલીફોર્મ કાઉન્ટ જે છે આ બંને ટેસ્ટ કરવામાં આવતા 39 એકમોમાં બેક્ટેરીયાની હાજરી છે જે નિયત માત્રા કરતા વધારે જોવા મળી હતી તેમજ અસંતોષકારક પરિણામ મળ્યા હતા. 39 એકમોનો નોટીસ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Surat: ગગજી સુતરિયાના નિવેદન પર હર્ષભાઇ સંઘવીની પ્રતિક્રિયા, મહિલાઓ સૌથી વધુ ગુજરાતમાં સુરક્ષિત