Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, 116 કરોડના વિકાસના વિકાસના કામોને લીલીઝંડી

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. બેઠકમાં 150 ફૂટ રીંગ રોડનું રી-ડેવલપમેન્ટ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.
rajkot  મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી  116  કરોડના વિકાસના વિકાસના કામોને લીલીઝંડી
Advertisement
  • રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળી
  • અલગ અલગ 76 જેટલી દરખાસ્ત કરવામાં આવી મંજૂર
  • એક અબજ કરતા વધુ કામોને આપવામાં આવી મંજૂરી
  • 150 ફૂટ રીંગરોડનું રી-ડેવલોપમેન્ટ કરવામાં આવશે

આજરોજ રાજકોટ મહાનગરપાલીકા (Rajkot Municipal Corporation)ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક (Standing Committee Meeting) મળી હતી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ((Standing Committee Meeting))માં રાજકોટ મહાનગરપાલિકા ((Rajkot Municipal Corporation)) ના જુદાજુદા 18 વોર્ડના વિકાસ કાર્યોને આવરી લેવામાં આવ્યા હતા. અંદાજિત 76 જેટલી દરખાસ્તો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ ચર્ચા વિચારણાના અંતે 116 કરોડથી પણ વધુના વિકાસ કાર્યોને સર્વાનુમતે લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારે નવા રાજકોટના લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળી શકે તે માટે ન્યારી ડેમ (Nyari Dam) ખાતે 25એમ.એલ.ડીની ક્ષમતાનો નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.

Advertisement

Advertisement

150 ફૂટ રીંગરોડનું રી-ડેવલોપમેન્ટ કરવામાં આવશે

રાજકોટ શહેર (Rajkot City)ના શહેરના મહત્વના માર્ગોમાંથી 150 ફૂટ રિંગરોડના માધાપર ચોકથી ગોંડલ ચોકડી સુધીના 10.5 કિલોમીટરના માર્ગને રી-ડિઝાઇન કરવા માટે મહત્વપૂર્ણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આ યોજના હેઠળ સમગ્ર માર્ગનો અભ્યાસ કરીને નવી ડિઝાઇન તૈયાર કરાશે. શહેરના વિકાસ સાથે વાહન વ્યવહાર સતત વધી રહ્યો છે અને એવા સંજોગોમાં આધુનિક સુવિધાઓ સાથે સજ્જ અને ટ્રાફિક વ્યસ્થાને ધ્યાનમાં રાખી માર્ગોની ડિઝાઇન જરૂરી બની છે. સુરતની સરકારી સંસ્થાને સલાહકાર તરીકે સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવા દરખાસ્તમાં મંજુરી આપવામાં આવી છે. આ એજ સંસ્થા છે જેણે અગાઉ અમદાવાદ શહેરના સર્જનશીલ માર્ગો જેમ કે સરખેજ-ગાંધીનગર હાઈવે, એસપી રિંગ રોડ અને સિંધુભવન રોડની ડિઝાઇન તૈયાર કરી હતી.

150 ફૂટ રીંગરોડ પર અલગ-અલગ નવા સર્કલો બનાવાશે

આ સંસ્થા દ્વારા પહેલા આધ્યયન કરાશે જેમાં અમદાવાદના મોડેલ રોડના અભ્યાસ પછી રાજકોટના રિંગરોડના સ્પષ્ટ મુદ્દાઓ અને જરૂરી સુધારાઓ ઓળખવામાં આવશે. ત્યારબાદ 10.7 કિલોમીટરના માર્ગના રી-ડિઝાઇનનું ડ્રાફ્ટ તૈયાર કરાશે. પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શહેરના બજાર માર્ગ પર ટ્રાફિક જામ ઘટાડવો, વાહન ચાલકો માટે સુખદ મુસાફરી સુનિશ્ચિત કરવી અને નવા યુગની યાત્રા સુવિધાઓ પ્રદાન કરવી છે. આ પ્રોજેક્ટ રજીસ્ટર્ડ ઈજનેરો, નિષ્ણાતોએની દેખરેખ હેઠળ કરવામાં આવશે અને સ્ટેકહોલ્ડર્સ સાથેના પરામર્શ પછી કામગીરી આગળ ધપાવવામાં આવશે. રી-ડિઝાઇન કામગીરી બાદ રાજકોટ શહેરના રસ્તાઓ વધુ સુરક્ષિત અને સાવધ હોવાથી શહેરી વિકાસને નવો ઓક્સિજન મળે તેવી આશા સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: સાઉથ બોપલના VIP રોડ પર નશેડીએ એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારી

એક અબજ કરતા વધુ કામોને આપવામાં આવી મંજૂરી: જયમીન ઠાકર

રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમને જયમીન ઠાકરે  (Jaymin Thackeray) જણાવ્યું હતું કે, આજ રોજ રાજકોટ સ્ટેન્ડિગ કમિટીની બેઠક (Standing Committee Meeting))હતી. આ બેઠકમાં કુલ 76 દરખાસ્ત મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સ્ટેન્ડિગ કમિટીમાં રજૂ કરવામાં આવેલ હતી. તમામ કોર્પોરેટરો તેમજ મેયરની ઉપસ્થિતિમાં આ તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. આ તમામ દરખાસ્તોમાં એક દરખાસ્ત એવી હતી કે રાજકોટ શહેરમાં શાકમાર્કેટના થળાઓ છે. ફ્લાવર માર્કેટ, શાકમાર્કેટ જેમાં જૂનો દર માસિક રૂપિયા 500 હતો. જે દર વધારીને 500 ના 1000 કરવા તેમજ સફાઈ દર 500 જે દરખાસ્ત આવી હતી. જે તમામ કોર્પોરેટર સાથે સંકલન બાદ 500 ના એક હજાર રૂપિયાના દરખાસ્તમાં જુનો દર 500 ચાલુ રાખવો તેમજ સફાઈ કર 500 એડ કરીને આ દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી 150 ફૂટ રોડ ઉપર પાણી ભરાવવા તેમજ દબાણ સહિતની સમસ્યાઓ સામે આવી રહી છે. ત્યારે આગામી સમયમાં જરૂર જણાય ત્યાં દબાણ દૂર કરવામાં આવશે. તેમજ પાણી નિકાલની વ્યવસ્થા સાથોસાથ જરૂર પડે ત્યાં ઓવરબ્રિજ પણ બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Gandhinagar : શાળા પ્રવાસ સંદર્ભે કરાયો મહત્વનો નિર્ણય, સાથે રાખવી પડશે પોલીસ

Tags :
Advertisement

.

×